શહેરમાં પોલીસ સામે કાળી લીટી લાગે તેવો બનાવ બન્યો હતો. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ બ્રહ્મસમાજ ચોકમાં મજાક કરવાના મામલે ઝઘડો થતા યુવકને છરીના ઘા ઝીંકવાના બનાવમાં ગાંધીગ્રામ પોલીસે ગુનો નોધી ચાર બાળ આરોપી સહિત પાંચની ધરપકડ કરી હતી.


જે બનાવમાં પોલીસ મથકમાં બાળ આરોપીને વાળ ખેંચી અમાનુષી સજા કરતો સફાઈ કામદારનો વીડિયો વાયરલ થયો હતો. જે વીડિયોમાં પોલીસ મથકનો સફાઈ કામદાર શૈલેષ બાંકડા પર બેસી અને બાળ આરોપીને નીચે બેસાડી તેના માથામાંથી વાળ ખેંચી ડસ્ટબીનમાં નાખતો હતો. મુળમાંથી વાળ ખેંચતી વેળાએ બાળ આરોપી મને છોડી દ્યો કહી બે હાથ જોડી આજીજી કરી રહ્યો હતો. તે કહેતો હતો કે વાળ કાપવા હોય તો કાતરથી કાપી નાખો. જેમાં વીડિયો ઉતારનાર કહે છે કે આગળથી સરખા નથી થયા, આગળ ખેંચ. જેથી સફાઈ કામદારે જોરશોરથી વાળ ખેંચતો હાવાનું બહાર આવ્યું હતું. આ બનાવમાં પોલીસ કમિશનરે તપાસના આદેશ કર્યા હતા તેમજ વીડિયો ઉતારનાર ગાંધીગ્રામ પોલીસ મથકના કોન્સ્ટેબલ પ્રદિપ ડાંગરને હેડકવાર્ટર અને તેની સાથે રહેલા સહદેવસિંહ જાડેજાને ટ્રાફિક શાખામાં તત્કાલ બદલી કરી હતી. તેમજ બાળ આરોપીના પરિવારને ફરિયાદ નોંધવા બોલાવ્યા છે. બનાવની તપાસ એસીપીને સોંપવામાં આવી હતી. પોલીસ અધિકારી કે કર્મચારી સામેલ હશે તો તેની સામે તપાસ બાદ આકરા પગલા લેવામાં આવશે તેમ એસીપીએ જણાવ્યું હતું.


  • Follow us on: