શહેરના યાજ્ઞિક રોડ ઉપર આવેલી કરોડો રૂપિયાની સરકારી જમીનમાં સત્તા પ્રકાર ડી-1માંથી જી કરવા અને હક્કચોકસીના આધારે વારસાઈ દાખલ કરવાના 1971ના ઠરાવથી નારાજ થઈ અરજદાર જાહિદ અબ્દુલ ખાલીદ સહિત ચાર આસામીએ આસી.કલેક્ટર સમક્ષ આપીલ કરી હતી. જેમાં વર્ષ 2000માં આસી. કલેક્ટરે કેસ ચલાવી ડિલેકોન્ડોનની અરજી ફગાવી સીટી સર્વે સુપ્રિટેન્ડેન્ટનો ચૂકાદો કાયમ રાખ્યો હતો. તેની સામે નારાજ થઈ અરજદારે હાઈકોર્ટમાં અપીલ કરી હતી.
હાઈકોર્ટે અરજદારને નવેસરથી સાંભળી પૂરાવા રજૂ કરવાની તક આપી કેસ રિમાન્ડ કર્યો હતો. જેમાં નાયબ કલેક્ટર દ્વારા 15થી16 મુદત આપવા છતાં પણ કોઈ દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા ન હતા. આથી અપીલ અરજી રદ કરી હક્કચોકસી અધિકારીના નિર્ણયમાં હસ્તક્ષેપ કરવો ઉચીત જણાતો ન હોય ઠરાવ કાયમ રાખવામાં આવ્યો હતો. તેની સામે 2023-24માં અરજદારે નારાજ થઈ અપીલ કરી હતી. આ કેસમાં અરજદાર દ્વારા માંગરોળ હાઉસવાળી જમીન રાજકોટના ઠાકોર પાસેથી હરાજીથી ખરીદી કરેલ છે અને વર્ષ 1907-08ના લેખ નં.51નો ઉલ્લેખ કરેલ હતો. ત્યારબાદ આ મિલકત શેખ સાહેબ મહમદ જહાંગીર વલદે શેખ બદરૂદીનમીયા સાહેબ ઉર્ફે બાલુમીયા સાહેબ માંગરોળ દ્વારા તેમના પુત્ર શેખ અ.ખાલીદમીયા ઉર્ફે દાદાબાનું સાહેબને 1936માં બક્ષીક્ષનામુ કરી આપેલ. ત્યારબાદ આ મિલકતના માલિક ખાલીદમીયાનું 1943ના અવસાન થતા મિલકત શેખ ઝાહીદમીયા તથા અન્ય વારસોને વારસાઈ હક્કથી પ્રાપ્ત થયેલ છે. આ મિલકતનું રેવન્યુ રેકર્ડમાં પ્રોપર્ટીકાર્ડ નામ ચડાવવા ઝાહીદમીયા ખાલીદમીયા કાર્યવાહી કરતા હોય તેઓનુ અવસાન 2018ના થતા ઝાહીદમીયાના પુત્ર અ.ખાલીદમીયા ઝહીદમીયાને વારસાઈ હક્કથી મળેલ છે. આથી હુકમ રદ કરવાની માંગણી કરવામાં આવી હતી જે માંગણીને કલેક્ટરે ફગાવી દઈ સિટી સર્વે સુપ્રિટેન્ડન્ટ અને નાયબ કલેક્ટરના ચૂકાદાને કાયમ રાખ્યો છે. સૌ પ્રથમ આ મિલક્ત 1948ના ટેલીફોન વિભાગને ભાડે આપી હતી તે પછી ટેલીફોન વિભાગે પીડબલ્યુડીને માસિક 250 રૂપિયાના ભાડેથી પેટા ભાડે આપી હતી.










