આગામી ચૂંટણી સંદર્ભે મતદાર યાદી સુધારણાની કામગીરીમાં રાજકોટ શહેર અને જિલ્લાએ નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદાર યાદીના ફોર્મ વિતરણની કામગીરીમાં રાજ્યના ચાર મહાનગરોમાં રાજકોટને પ્રથમ ક્રમાંક મળ્યો છે.
રાજકોટમાં 98% કામગીરી પૂર્ણ થઈ
રાજકોટ શહેર અને જિલ્લામાં ફોર્મ વિતરણની કુલ 98% કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. આ સિદ્ધિ બદલ કલેક્ટર અને જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી ડૉ. ઓમ પ્રકાશ દ્વારા સંતોષ વ્યક્ત કરવામાં આવ્યો છે.
મતદાર પ્રશ્નો માટે વિશેષ આયોજન
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદારોના પ્રશ્નો અને મૂંઝવણોના નિરાકરણ માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશે જણાવ્યું છે કે, મતદાર યાદી સંબંધિત લોકોને કોઈ પણ પ્રશ્નો કે તકલીફ હોય, તો તેના નિરાકરણ માટે આગામી દિવસોમાં BLO (બૂથ લેવલ ઓફિસર) મતદાન મથકે ઉપસ્થિત રહેશે:
મતદાર યાદી સુધારણાની કામગીરી
મતદારો આ નિર્ધારિત તારીખોના રોજ મતદાન મથકે રૂબરૂ જઈને મતદાર યાદી મામલે પોતાની મૂંઝવણ કે પ્રશ્નોનું નિરાકરણ લાવી શકશે. BLO દ્વારા લોકોને જરૂરી તમામ મદદ પૂરી પાડવામાં આવશે. આ વિશેષ આયોજનથી મતદાર યાદીમાં નામ ઉમેરવા, સુધારો કરવા કે અન્ય કોઈ પણ સમસ્યાનો ઉકેલ સરળતાથી લાવી શકાશે.