રાજકોટમાં જન્માષ્ટમી નિમિત્તે લોકમેળાનું આયોજન કરવામાં આવતું હોય છે. સૌરાષ્ટ્રમાં સુપ્રસિદ્ધ લોકમેળો આ વર્ષે ચર્ચાનું કેન્દ્ર બન્યુ છે. જન્માષ્ટમી લોકમેળાને લઈને જિલ્લા કલેક્ટરનું નિવેદન રાઈડ્સ સંચાલકોએ ફોર્મ ભર્યા નથી. સ્ટોલ ધારકોએ ફોર્મ ઉપડ્યા છે. નાની ચકરડીઓ માટે ફોર્મ ભરાવવાનું ચાલુ છે. લોકમેળાને લઈને પ્લેન બી તૈયાર કરવામાં આવશે.
લોકમેળામાં રાઈડ્સ સંચાલકોએ ફોર્મ ભર્યા નથી
અગાઉ લોકમેળાનું કયા સ્થાન પર આયોજન કરવું તેને લઈને ચર્ચામાં હતા. જ્યારે હાલમાં લોકમેળામાં મનોરંજનના સાધન સમી યાંત્રિક રાઈડ્સનો મુદ્દો સામે આવ્યો છે. 10 દિવસમાં લોકમેળો યોજાઈ શકે તેવું આયોજન કરવામાં આવશે. રાજકોટમાં મેળો યોજવાને લઈને14 જુલાઈએ રાજ્યના મેળા એસોસિએશને સાંસદ પરસોતમ રૂપાલાને રજૂઆત કરી છે. ત્યારે રજૂઆત સાંભળ્યા બાદ સાંસદ રૂપાલાએ મેળા અંગે મોટું નિવેદન આપ્યું છે. સાંસદ પરસોતમ રૂપાલાએ સ્પષ્ટ કહ્યું કે 'મેળો તો રાઈડ્સ સાથે જ થવો જોઈએ'.
લોકમેળામાં મનોરંજનના સાધન સમી યાંત્રિક રાઈડ્સનો મુદ્દો
રાજકોટમાં વર્ષ 1983થી જન્માષ્ટમી તહેવારને લઈને મેળો યોજાતો હતો. ધીરેધીરે આ મેળાની લોકપ્રિયતા વધવા લાગી. અને એટલે રેસકોર્સ મેદાનમાં લોકમેળાની ભવ્ય રીતે ઉજવણી થતી હોય છે. શ્રાવણ મહિનામાં સાતમ-આઠમના તહેવાર પર યોજાતા આ લોકમેળામાં ફક્ત શહેરીજનો જ નહી જિલ્લા બહારના લોકો પણ અનેરા ઉત્સાહ સાથે તેમાં સામેલ થાય છે.









