રાજકોટ મહાનગરપાલિકા (RMC) દ્વારા આયોજિત એક જાહેર સંગીત સંધ્યા કાર્યક્રમમાં યુવક-યુવતી વચ્ચે થયેલા ઉગ્ર ઝઘડાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જાહેર કાર્યક્રમની મધ્યમાં જ આ જોરદાર માથાકૂટ થતાં ત્યાં ઉપસ્થિત લોકોમાં કુતૂહલ સર્જાયું હતું.
રાજકોટ મનપા આયોજિત સંગીત સંધ્યામાં ઝગડો
પ્રાપ્ત માહિતી અનુસાર, સંગીત સંધ્યાના કાર્યક્રમ દરમિયાન એક યુવક અને યુવતી કોઈક અગમ્ય કારણોસર એકબીજા સાથે ઝઘડી પડ્યા હતા. શરૂઆતમાં મામલો શાબ્દિક બોલાચાલી પૂરતો સીમિત હતો, પરંતુ વાત વણસતાં બંનેએ સામસામે હાથાપાઈ પણ કરી હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે ઝઘડા દરમિયાન યુવકે યુવતીને જાહેર સ્થળે જ ફડાકા (થપ્પડ) મારવાની કોશિશ કરી હતી. આ માથાકૂટને રોકવા માટે ત્યાં હાજર અન્ય લોકો તરત જ વચ્ચે પડ્યા હતા અને બંનેને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો.










