રાજકોટમાં યુવાધનને ખોખલું કરતા નશીલા પદાર્થોના કારોબાર સામે રાજકોટ શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (SOG) એ આકરી કાર્યવાહી હાથ ધરી છે. શહેરના ભગવતીપરા વિસ્તાર નજીક ઓચિંતો દરોડો પાડીને એસઓજીની ટીમે ઘાતક મેફેડ્રોન (MD) ડ્રગ્સના જથ્થા સાથે બે સ્થાનિક યુવકોને રંગેહાથ ઝડપી પાડ્યા છે. પકડાયેલા બંને શખ્સોની ઓળખ મેળવી પોલીસે તેમની વિરુદ્ધ એનડીપીએસ (NDPS) એક્ટ હેઠળ ગુનો નોંધીને ડ્રગ્સ રેકેટના મૂળ સુધી પહોંચવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

ભગવતીપરા વિસ્તારમાંથી બે યુવકો રંગેહાથ ઝડપાયા

નશાના સોદાગરો પર વોચ ગોઠવી રહેલી એસઓજી ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે આ સફળ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું.પોલીસ ટીમે ભગવતીપરા વિસ્તાર નજીક શંકાસ્પદ હિલચાલ કરી રહેલા બે યુવાનોને ઘેરી લઈને તેમની તલાશી લીધી હતી.તલાશી દરમિયાન બંને યુવકો પાસેથી ગેરકાયદેસર મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી.પોલીસે સ્થળ પરથી નશાકારક પાવડર જપ્ત કરી બંને આરોપીઓને તાત્કાલિક કસ્ટડીમાં લઈ લીધા હતા.

ધરપકડ કરાયેલા આરોપીઓની વિગત

એસઓજી દ્વારા ઝડપી પાડવામાં આવેલા આરોપીઓમાં ગૌરાંગ પરડવા (રહે. રાજકોટ),મૌલિક જેઠવા (રહે. રાજકોટ પ્રાથમિક તપાસમાં બંને યુવાનો સ્થાનિક કક્ષાએ નશાનું સેવન કરતા હોવા ઉપરાંત અન્ય યુવાનોને પણ આ ઝેરી પદાર્થ પહોંચાડવાની પ્રવૃત્તિમાં સંડોવાયેલા હોવાની શંકા સેવાઈ રહી છે.

આ પણ વાંચો: Vadodara: બેંક લોનના નામે લાખોની છેતરપિંડી આચરતી દિલ્હીની ગેંગ ઝડપાઈ, 2 સાગરીતોની ધરપકડ