રાજકોટના થોરાળા વિસ્તારમાં ગઈકાલે રાત્રે જૂની અદાવતમાં યુવાનની હત્યાનો મામલો સામે આવ્યો છે. ગુજ સી ટોક મામલે જેલમાં બંધ શામજી મકા ગેંગના સાગરીત સાથે જયેશ ચાવડાની માથાકૂટ ચાલતી હતી. ગઈકાલે થોરાળા વિસ્તારમાં પાનની દુકાને જયેશ ઊભો હતો ત્યારે આરોપી ધવલ ઉર્ફે ટકો વિજયભાઈ મકવાણાએ છરી વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા જયેશ ચાવડાનું સારવાર દરમિયાન મોત થતા બનાવ હત્યામાં પરિણમ્યો હતો.
ગણતરીની કલાકોમાં 2 આરોપીની ધરપકડ
બનાવની ગંભીરતાને લઈને થોરાળા પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીને ઝડપી લીધો છે. આ ઘટનામાં 2 આરોપીઓ જેમાં 1 સગીર અને 1 ધવલ ઉર્ફે ટકો વિજય મકવાણાની ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર મામલે ACP ભાવેશ જાધવ દ્વારા વિગતો જણાવાઈ છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે જૂની અદાવત અને સામું જોવાની બાબતમાં આ બનાવ બન્યો હતો.
