શહેરના આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક મહિલા કોન્સ્ટેબલના આપઘાતની ઘટનાથી સમગ્ર પોલીસ વિભાગમાં શોકનું મોજું ફરી વળ્યું છે.મળતી માહિતી મુજબ, 28 વર્ષીય હરસિદ્ધિ ભારડીયાએ આશરે એક મહિના અગાઉ પારિવારિક કંકાસથી કંટાળીને ઝેરી દવા પીધી હતી.
આજીડેમ પોલીસ સ્ટેશનની મહિલા કોન્સ્ટેબલનો આપઘાત
ઝેરી દવા પી લીધા બાદ તેમને તાત્કાલિક રાજકોટની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે, વધુ સારવાર માટે તેમને અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં આજે તેમનું મોત નીપજ્યું છે.
ઘરકંકાસથી કંટાળી ઝેરી દવા પીધી
પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે હરસિદ્ધિબેનના પતિ કોઈ કામધંધો ન કરતા હોવાથી ઘરમાં સતત ઘરકંકાસ થતો હતો, જેનાથી કંટાળીને તેમણે આ પગલું ભર્યું હતું.આ મહિલા કોન્સ્ટેબલના દુઃખદ અવસાનથી પોલીસ બેડામાં ભારે ગમગીની છવાઈ ગઈ છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.