રાજકોટ શહેરમાં સિટી બસ દ્વારા વધુ એક અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે.શહેરના ચુનારાવાડ ચોક પાસે સિટી બસે અકસ્માત સર્જતાં વિસ્તારમાં દોડધામ મચી જવા પામી હતી.આ અકસ્માતમાં બે લોકોને સામાન્ય ઈજા પહોંચી હતી.અકસ્માત બાદ સ્થળ પર એકઠા થયેલા સ્થાનિક લોકોએ ઉશ્કેરાઈ જઈને સિટી બસના ડ્રાઇવરને પકડીને મેથીપાક ચખાડ્યો હતો.
સિટી બસ ફરી એકવાર મોટી દુર્ઘટનાનું કારણ બની
રાજકોટમાં જાહેર માર્ગો પર દોડતી સિટી બસ ફરી એકવાર મોટી દુર્ઘટનાનું કારણ બની છે.શહેરના વ્યસ્ત ગણાતા ચુનારાવાડ ચોક નજીક આ અકસ્માતની ઘટના બની હતી.સિટી બસે માર્ગ પર અકસ્માત સર્જતા આસપાસના લોકો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા.બસની ટક્કર લાગવાના કારણે માર્ગ પરથી પસાર થઈ રહેલા બે લોકોને સામાન્ય ઈજા પહોંચી હતી.ઈજાગ્રસ્ત બંને વ્યક્તિઓને સામાન્ય ઈજાઓ થઈ હોવાથી હાજર લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.ભરચક વિસ્તારમાં બનેલી આ ઘટનાને પગલે સ્થળ પર ક્ષણભરમાં ભારે અફરાતફરી સર્જાઈ ગઈ હતી.અકસ્માત સર્જનાર સિટી બસના કારણે માર્ગ પર લોકોનું મોટું ટોળું એકત્ર થઈ ગયું હતું.આ દુર્ઘટના સર્જાયા બાદ માર્ગ પર થયેલા આ અકસ્માતથી રોષે ભરાયેલા લોકોએ બસના ચાલકને નીચે ઉતાર્યો હતો અને તેને પકડીને મેથીપાક ચખાડ્યો હતો.
