રાજકોટ શહેરની BRTS બસમાંથી એક અત્યંત આપત્તિજનક અને શરમાવનારી ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલા આ વિડિયોમાં એક વૃદ્ધ મુસાફર બસમાં બેસીને અશ્લીલ હરકતો કરતો અને પોતાનું ગુપ્તાંગ બતાવતો હોવાનું સ્પષ્ટપણે નજરે પડી રહ્યું છે. જાહેર પરિવહન સેવા સમાન BRTS બસમાં મહિલાઓ અને અન્ય મુસાફરોની હાજરી વચ્ચે વૃદ્ધની આવી વિકૃત અને શરમજનક હરકતથી ભારે ચકચાર જાગી છે.

સો.મીડિયામાં વિડિયો વાયરલ થતાં લોકોમાં આક્રોશ

બસમાં મુસાફરી કરી રહેલા જ કોઈ જાગૃત નાગરિકે આ સમગ્ર ઘટના પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધી હતી, જે ત્યારબાદ વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ ગઈ છે. જાહેર સ્થળે અને સાર્વજનિક બસમાં આ પ્રકારે અશ્લીલતા ફેલાવતા વૃદ્ધની હરકત સામે નેટિઝન્સ અને શહેરના નાગરિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

વાહનચાલકો અને મુસાફરો દ્વારા કડક કાર્યવાહીની માગ

આ વિડિયો વાયરલ થયા બાદ રાજકોટ મહાનગરપાલિકાના સીટી બસ તંત્ર તેમજ પોલીસ વિભાગ દ્વારા આ મામલે તાત્કાલિક નોંધ લેવામાં આવે તેવી માગ ઉઠી છે. BRTS બસોમાં મુસાફરી કરતી મહિલાઓ અને યુવતીઓની સુરક્ષાને ધ્યાને રાખીને આવા વિકૃત માનસિકતા ધરાવતા ઈસમની ઓળખ કરી તેની સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાગ પ્રબળ બની છે.

નોંધ: આ વાયરલ વિડિયોની પુષ્ટિ સંદેશ ન્યૂઝ કરતું નથી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો