રાજકોટના બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા પત્નીની હત્યાના સનસનીખેજ મામલે પોલીસે આરોપી પતિની ધરપકડ કરી છે. પ્રાપ્ત વિગતો મુજબ, બે દિવસ પહેલા રાજકોટના મોરબી રોડ વિસ્તારમાં પતિએ જ પોતાની પત્ની શારદા પરસોડાની હત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. આ ગંભીર બનાવ બાદ સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા સમગ્ર મામલાની ઝીણવટભરી તપાસ અને આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ ઘટનાને પગલે મોરબી રોડ અને આસપાસના વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી અને લોકોમાં અરેરાટી ફેલાઈ હતી.
હત્યા બાદ ગુગલમાં સર્ચ કરી ઓર્ગેનિક દવા પીધી હતી
પોલીસ તપાસ દરમિયાન ચોંકાવનારી હકીકત સામે આવી છે કે પત્ની શારદા પરસોડાની હત્યા કર્યા બાદ આરોપી પતિ પ્રવીણ ઉકાભાઇ પરસોડાએ મોબાઈલ કે ઈન્ટરનેટના માધ્યમથી ગુગલમાં સર્ચ કર્યું હતું. ત્યારબાદ તેણે આપઘાત કરવાના પ્રયાસરૂપે ઓર્ગેનિક દવા પી લીધી હતી. દવાની અસર થતા તેની તબિયત લથડી હતી અને તાત્કાલિક તેને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
