રાજકોટ સેન્ટ્રલ જેલ પાસે આવેલી માઉન્ટેન પોલીસ લાઈનના કવાર્ટરમાં મહિલા કોન્સ્ટેબલે સ્યુસાઈડ નોટ લખી ઝેરી ટીકડા ખાઈ આપઘાત કરી લીધો હતો.
બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં મહિલા કોન્ટેબલ તરીકે ફરજ બજાવતા અને માઉન્ટેન પોલીસ લાઈનમાં રહેતા ભૂમિકાબા કનકસિંહ ચૌહાણ ઉ.27એ બપોરે 12 વાગ્યા આસપાસ પોતાના કવાર્ટરમાં ઝેરી ટીકડા ખાઈ લેતા બેભાન હાલતમાં સારવાર અર્થે ખસેડાતા ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા. પોલીસ તપાસમાં મૃતક સવારે તેમના કવાર્ટર ગયા હતા. માતા-પિતાએ ફોન કર્યાપરંતુ રીસીવ ન કરતા માતા-પિતા કવાર્ટરમાં પહોંચ્યા હતા. દરવાજો ખખડાવવા છતાં નહીં ખલોતા તોડીને તપાસ કરતા તેના મોંઢામાંથી ફીણ નીકળતા હતા. જેથી હોસ્પિટલ લઈ ગયા પરંતુ તે પહેલા મૃત્યુ થયું હતું. મૃતકે સુસાઈડ નોટમાં બીમારીથી કંટાળી પગલું ભરી લીધાનો ઉલ્લેખ કર્યો હતો. મૃતકને આંચકી, વાઈની બીમારી હતી. અગાઉ પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.










