રક્ષાબંધનના પવિત્ર પર્વને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અમદાવાદ શહેરની બહેનો માટે અગત્યની અને ખુશીના સમાચાર આપતી જાહેરાત કરી છે. રક્ષાબંધન પર્વના દિવસે અમદાવાદ શહેરની મહિલાઓ તેમજ તેમની સાથેના બાળકો AMTSની બસોમાં શહેરના કોઈપણ સ્થળે જવા માટે સંપૂર્ણપણે નિશુલ્ક મુસાફરી કરી શકશે. આ જાહેરાત બાદ મહિલાઓમાં ખુશીનો માહોલ છવાયો છે. 

બહેનોને ભેટ આપવાની AMCની વર્ષો જૂની પરંપરા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી રક્ષાબંધન પર્વ પર અમદાવાદ શહેરની મહિલાઓને આ વિશેષ ભેટ આપવામાં આવે છે. પોતાના ભાઈઓને રાખડી બાંધવા જવા માટે મહિલાઓને વાહનવ્યવહારની સુગમતા રહે અને આર્થિક બોજ ન પડે તે હેતુથી મનપા દ્વારા આ નિર્ણાયક પગલું દર વર્ષે લેવામાં આવે છે.

Ahmedabad News: AMC Announces Free AMTS Bus Travel for Women and Children on Rakshabandhan

ગત વર્ષે 71000થી વધુ લાભાર્થીઓએ લીધો હતો લાભ

તમને જણાવી દઈએ કે, અમદાવાદ મનપાના આ સરાહનીય નિર્ણયને દર વર્ષે બહોળો પ્રતિસાદ સાંપડે છે. મળતી માહિતી મુજબ, ગત વર્ષે રક્ષાબંધનના દિવસે શહેરની 71000થી વધુ મહિલાઓ અને બાળકોએ AMTS ની નિશુલ્ક બસ સેવાનો લાભ ઉઠાવીને પોતાના ગંતવ્ય સ્થાન સુધી સરળતાથી મુસાફરી કરી હતી. આ વર્ષે પણ મોટી સંખ્યામાં મહિલાઓ આ સુવિધાનો લાભ લે તેવી શક્યતા છે.


આ પણ વાંચો - Ahmedabad : વિરમગામ હાઈવે પર પંજાબથી સુરેન્દ્રનગર જતો કરોડોનો દારુ ઝડપાયો, 1.11 કરોડનો જથ્થો કબ્જે