વાવ-થરાદ જિલ્લાના મુખ્ય મથક થરાદની સબજેલમાં રક્ષાબંધનના પવિત્ર તહેવારની એક ભાવુક અને અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. જેલમાં બંધ કેદીઓમાં સુધારાની ભાવના જાગૃત થાય તેવા હેતુથી પોલીસ વિભાગે આ ખાસ કાર્યક્રમનું આયોજન કર્યું હતું.
DySP શિલ્પા ભારાઈએ કેદીઓને બાંધી રાખડી
આ ઉજવણી દરમિયાન નાયબ પોલીસ અધિક્ષક શિલ્પા ભારાઈએ સબજેલમાં જઈને કેદીઓના કાંડા પર રાખડી બાંધી હતી. બહેન તરીકે રક્ષાસૂત્ર બાંધીને તેમણે કેદીઓનું મોં મીઠું કરાવ્યું હતું, જેથી જેલના વાતાવરણમાં પણ કેદીઓ તહેવારની હૂંફ અનુભવી શકે.
ભૂતકાળની ભૂલો ભૂલી ગુનાખોરી ડામવા અપીલ
પોલીસ અધિકારીએ આ પ્રસંગે કેદીઓને સંબોધિત કરતા ભૂતકાળમાં થયેલી ભૂલોનું પુનરાવર્તન ન કરવા માટે ખાસ અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ગુનાનો માર્ગ હંમેશા વિનાશ તરફ લઈ જાય છે, તેથી ગુનાખોરીનો ત્યાગ કરીને સમાજમાં એક જવાબદાર અને સારા નાગરિક તરીકે પાછા ફરવું જરૂરી છે.
સુધારાલક્ષી જીવન જીવવા પાઠવી શુભકામનાઓ
આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય કેદીઓને સજા આપવા ઉપરાંત તેમનામાં સકારાત્મક પરિવર્તન લાવવાનો હતો. DySP શિલ્પા ભારાઈએ તમામ કેદીઓને ભવિષ્યમાં સુધારાલક્ષી અને સન્માનજનક જીવન જીવવા માટે ભાવુક થઈને શુભકામનાઓ પાઠવી હતી.
આ પણ વાંચો - Raksha bandhan 2026: પીએમ મોદીએ Gen Akpha સાથે ઉજવી રક્ષાબંધન, રાહુલ ગાંધીએ પણ શેર કરી તસવીર