જગન્નાથજીની રથયાત્રા વાજતે ગાજતે રથાયત્રા નીકળી છે. ગજરાજની આગેવાનીમાં ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળ્યા છે. રથયાત્રામાં 18 ગજરાજ, 18 ભજનમંડળીઓ,  101 ટ્રક, 30 અખાડા, 3 બેન્ડ વાજા, 2500 જેટલા સાધુસંતો જોડાયા છે. જેમાં ઓપરેશન સિંદૂરનો રથ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.  મહત્વનું છે કે જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાના વિરુદ્ધ સરકારે ઓપરેશન સિંદૂર શરૂ કર્યુ હતું. ત્યારે રથયાત્રામાં સેનાની કામગીરીને બિરદાવવામાં આવી.


[[$googlead]]

પ્લેનક્રેશને લઇને પણ પાઠવી શ્રદ્ધાંજલિ 

સાથે સાથે રથયાત્રામાં અમદાવાદમાં 12 જૂને થયેલી પ્લેનક્રેશ દુર્ઘટનાને લઇને પણ શ્રદ્ધાંજલિ આપતા જોવા મળ્યા હતા. રથયાત્રામાં કર્નલ સોફિયા કુરેશીથી પ્રેરિત થઇને દીકરીઓ તેમના પહેરવેશમાં સજ્જ થઇને આવી હતી. તેમનુ ટેટુ પણ દોરાવેલુ જોવા મળ્યા હતા. નાથની નગરયાત્રામાં એક ઉડ્યુ પ્લેન તો દુશ્મનોને રડાવ્યા, એક ઉડ્યુ પ્લેન જણે સ્વજનોને રડાવ્યા આવા સ્લોગન સાથે આવેલા જોવા મળ્યા હતા ભગવાનને પણ આ વાતનું દુઃખ હોય તેવા ઝાંખી દર્શાવવામાં આવી હતી. ભગવાન જગન્નાથને આવી કોઇ દુર્ઘટના ન બને અને સૌનું રક્ષણ થાય તેવી પ્રાર્થના કરી હતી. 

[[$alsoread]]

મુખ્યમંત્રીએ કરાવ્યુ રથનું પ્રસ્થાન 

મુખ્યમંત્રીએ ભગવાનના રથનું પ્રસ્થાન કરાવ્યું અને મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, વિકસિત ભારત માટે ભગવાન જગન્નાથ શક્તિ આપે તેવી પ્રાર્થના, ભગવાનના દર્શન માટે સુંદર વ્યવસ્થા કરાઈ છે, ભક્તજનોને કોઈ મુશ્કેલી ન પડે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે, ખૂબ સારી રીતે રથયાત્રા પૂર્ણ થાય તેવી વ્યવસ્થા છે, કચ્છી નવા વર્ષની પણ CMએ પાઠવી શુભેચ્છા અને ભગવાન સુખ, શાંતિ, સમૃદ્ધિ આપે તેવી પ્રાર્થના કરાઈ છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી પહિંદવિધિ


અમદાવાદ જગન્નાથ મંદિરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહિંદવિધિ કરાવી હતી. આ દરમિયાન તેમણે ભગવાનની પૂજા અર્ચના કર્યા બાદ પહિંદવિધિ કરી હતી. પહિંદવિધિ દરમિયાન ભૂપેન્દ્ર પટેલે સોનાની સાવરણી વડે રથનો માર્ગ સાફ કર્યો છે. આ પછી મુખ્યમંત્રીએ રથને ખેંચીને તેનું પ્રસ્થાન કરાવ્યું હતું. 

 



  • Follow us on: