અમદાવાદ રથયાત્રાને લઈ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત લાગ્યો છે, પોલીસે તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે, પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ મંદિર પહોંચ્યા છે અને ડ્રોન અને AI ટેકનોલોજીની મદદથી સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરવામાં આવી છે.

[[$googlead]]

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ રથયાત્રામાં જોડાઈ
અમદાવાદમાં રથયાત્રા પરંપરાગત રુટ પર નીકળશે. રથયાત્રામાં 10 ટ્રક, 30 અખાડા અને 18 ભજન મંડળી ભાગ લેશે. લોકોની સુરક્ષા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમ 45 ડ્રોનથી નજર રાખશે. 30 ખાનગી ડ્રોન પણ રૂટ પર બાજ નજર રાખશે. રથયાત્રા રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. રથયાત્રાના રૂટ પર 3,200 CCTV કેમેરાથી સર્વેલન્સ કરાશે. રથયાત્રાના મુખ્ય પોઇન્ટ પર એન્ટી ડ્રોન તૈનાત રહેશે. 3,200 હિસ્ટ્રી શીટરના ડેટા સાથેનો કેમેરા લગાવાશે.

  • Follow us on: