અમદાવાદમાં આ વર્ષે ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા આગામી 27 જૂને નીકળશે, ત્યારે આ રથયાત્રાને લઈને તમામ તૈયારીઓ પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે. રથયાત્રાને લઈને અમદાવાદ પોલીસ દ્વારા પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. તેને લઈને આજે શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિકે જગન્નાથ મંદિરની મુલાકાત કરી અને રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કર્યું છે. કોઈ પણ પ્રકારની ચૂક સુરક્ષામાં રહે નહીં તે પ્રકારની વ્યવસ્થા આ વર્ષે શહેર પોલીસ દ્વારા કરવામાં આવશે.


[[$googlead]]

24 અને 25 જૂને સવારે 6 વાગ્યે કરાશે મેઈન રિહર્સલ: CP

શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિકે વધુ જાણકારી આપતા કહ્યું કે રથયાત્રાના રૂટમાં અધિકારીઓના પોઈન્ટ જોવા અને તેની ચકાસણી કરવામાં આવી રહી છે. આગામી 24 અને 25 જૂને સવારે 6 વાગ્યે મેઈન રિહર્સલ કરવામાં આવશે. આ વર્ષે વાતાવરણ પણ સારૂ છે. પોલીસ હાલમાં વોન્ટેડ આરોપીઓને પકડી રહી છે અને આવા આરોપીઓની ઓળખ કરવા માટે AIનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અમદાવાદની રથયાત્રામાં બેંગ્લોર જેવી ઘટના ના બને તે માટે પણ મદદ લેવામાં આવશે. ભીડમાં દોડાદોડથી કોઈ દુર્ઘટના ના બને તેની પણ કાળજી રાખવામાં આવશે. આ વખતે રથયાત્રામાં 20,000 જેટલા પોલીસ કર્મચારીઓ બંદોબસ્તમાં તૈનાત રહેશે.

[[$alsoread]]

અમદાવાદમાં રથયાત્રા પરંપરાગત રુટ પર નીકળશે

તમને જણાવી દઈએ કે આ વર્ષે પણ અમદાવાદમાં રથયાત્રા પરંપરાગત રુટ પર નીકળશે. રથયાત્રામાં 10 ટ્રક, 30 અખાડા અને 18 ભજન મંડળી ભાગ લેશે. લોકોની સુરક્ષા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમ 45 ડ્રોનથી નજર રાખશે. 30 ખાનગી ડ્રોન પણ રૂટ પર બાજ નજર રાખશે. રથયાત્રા રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. રથયાત્રાના રૂટ પર 3,200 CCTV કેમેરાથી સર્વેલન્સ કરાશે. રથયાત્રાના મુખ્ય પોઇન્ટ પર એન્ટી ડ્રોન તૈનાત રહેશે. 3,200 હિસ્ટ્રી શીટરના ડેટા સાથેનો કેમેરા લગાવાશે.


  • Follow us on: