અમદાવાદની રથયાત્રામાં 18 ગજરાજ જોડાયા છે. આ દરમિયાન ખાડિયામાં એક ગજરાજ બેકાબૂ થતાં નાસભાગ મચી જવા પામી હતી. હાલ રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં આગળ વધી રહી છે. રથયાત્રા દરમિયાન 3 ગજરાજનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. રેસ્ક્યૂ કરવામાં આવેલા ગજરાજોને જગન્નાથ મંદિર ખાતે લઈ જવાયા છે. અન્ય એક ગજરાજ ગાંધી રોડ તરફ હોવાથી રોડ બ્લોક કરવાની ફરજ પડી હતી.
જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝા પણ રેસ્ક્યૂ સ્થળે પહોંચ્યા હતાં
ગજરાજોના રેસ્ક્યૂ દરમિયાન જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝા પણ રેસ્ક્યૂ સ્થળે પહોંચ્યા હતાં. મહાવત , ફોરેસ્ટ અને પશુપાલન વિભાગનાં અધિકારીઓની રેસ્ક્યૂ કરવા કવાયત હાથ ધરાઈ છે. આજે સવારે રથયાત્રા દરમિયાન એક ગજરાજ બેકાબૂ થતાં નાસભાગ મચી જવા પામી હતી. આ ઘટનામાં એક વ્યક્તિને ઈજા થતાં 108 મારફતે સારવાર અર્થે ખસેડાયો હતો.
રથયાત્રા પણ પોતાના માર્ગ પર આગળ વધી રહી
રથયાત્રામાં કોઈ દુર્ઘટના ના સર્જાય તે માટે ગજરાજોનું રેસ્ક્યૂ કરાયું છે અને તેમને નિજ મંદિર તરફ લઈ જવાયા છે. બાકીના ગજરાજ શાંતિ પૂર્વક રથયાત્રામાં ચાલી રહ્યાં છે. રથયાત્રા પણ પોતાના માર્ગ પર આગળ વધી રહી છે. મહાવત , ફોરેસ્ટ અને પશુપાલન વિભાગનાં અધિકારીઓ સતત ગજરાજ પર મોનિટરિંગ કરી રહ્યા છે.









