અમદાવાદમાં ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા ટૂંક સમયમમાં નીકળશે અને રથયાત્રાને લઇ ભક્તજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, વાજતે-ગાજતે નીકળશે ભગવાનની રથયાત્રા, આ રથયાત્રામાં 18 ગજરાજો, 101 ટ્રક, 30 અખાડા રથયાત્રામાં જોડાશે અને અખાડાઓ પોતાના અલગ-અલગ કરતબ રજૂ કરશે.


[[$googlead]]

રથયાત્રામાં ભજન મંડળીઓ પણ જોડાશે

આ રથયાત્રામાં 18 ભજન મંડળી, 2500થી વધુ સાધુ સંતો પણ જોડાશે, 1200 ખલાસીઓ ભગવાનનો રથ ખેંચશે જેમાં પ્રસાદમાં 3000 કિલો મગ, 500 કિલો જાંબુ રખાશે, 500 કિલો કેરી અને 400 કિલો કાકડી દાડમ રખાશે, 2 લાખથી વધુ ભક્તોને પ્રસાદ આપવામાં આવશે.

[[$alsoread]]

નાથની નગરચર્યાને લઇને શહેરીજનો ઉત્સાહમાં

નંદિધોષ રથમાં ભગવાન નગરચર્યાને નીકળશે, ભગવાનને વિશેષ સોનાનો શણગાર કરાયો, સોનાના આભૂષણ અને સોનાનો મુગટ ધારણ કર્યો, ભગવાનને ખીચડીનો ભોગ ધરાશે અને ભગવાનને "ઓષધ ભોજન" તરીકે ખીચડીનો ભોગ ધરાવાય છે, ભગવાન પુનઃસ્વસ્થ થઇ શકે તે માટે ખીચડીનો ભોગ ધરાવાની માનતા છે, ખીચડાનો પ્રસાદ ભક્તોને પ્રસાદ તરીકે અપાશે.

અમદાવાદમાં 148મી રથયાત્રાને લઈ પોલીસ એલર્ટ

પોલીસે ઓન વ્હીલ કંટ્રોલ રૂમ તૈયાર કર્યો, જમાલપુર દરવાજા પાસે તૈયાર કરાયો કંટ્રોલરૂમ, રથયાત્રાના રૂટ પર ડ્રોન, CCTVથી રખાશે નજર, AI ટેકનોલોજીથી હાજર લોકોની માહિતી મળશે, AI ટેકનોલોજીથી ક્રાઉડ કંટ્રોલ કરવામાં મદદ મળશે, ટેકનોલોજી સાથે પોલીસ કરી રહી છે સુરક્ષા વ્યવસ્થા, મંદિરના દરવાજા પર પિનાક સોફ્ટવેર સાથેના CCTV.


  • Follow us on: