કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે છે. જેમાં રથયાત્રાના દિવસો તેઓએ જગન્નાથ મંદિરમાં સવારે પરિવાર સાથે મંગળા આરતીમાં ભાગ લીધો હતો. સાથે જ તેઓ આ 2 દિવસ વિકાસના કામોનું પણ લોકાર્પણ કરવાના છે.
અમિત શાહે જગન્નાથ મંદિરમાં પરિવાર સાથે કરી આરતી
છેલ્લા કેટલાય વર્ષોથી અમિત શાહ રથયાત્રાના દિવસે ગુજરાત આવે છે. તે મુજબ પ્રતિવર્ષ માફક આ વર્ષે પણ રથયાત્રા પૂર્વે યોજાનાર 148મી રથયાત્રા નિમિત્તે જગન્નાથ મંદિર ખાતે અમદાવાદમાં મંગળા આરતી કરીને પરિવાર સાથે દર્શન પૂજન કર્યા. ત્યારબાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગરમાં આવેલા ઇન્ફોર્મેશન એન્ડ લાઇબ્રેરી નેટવર્ક સેન્ટર ઇન્ફોસિટી ખાતેની લાઇબ્રેરીની મુલાકાત યોજવાના છે.
રાજય સરકારની 69 અગત્યની યોજનાઓની સમીક્ષા કરવામાં આવશે
જિલ્લા ગ્રામ વિકાસ કચેરી દ્વારા ગાંધીનગર ખાતે અધ્યક્ષ ડિસ્ટ્રિકટ ડેવલપમેન્ટ કો-ઓર્ડિનેશન અને મોનિટરિંગ કમિટીની સુચનાનુસાર દિશા કમિટીની બેઠક 27 જૂન ને શુક્રવારના રોજ સર્કિટ હાઉસ, ગાંધીનગર ખાતે અમિત શાહના અધ્યક્ષસ્થાને યોજાશે. આ બેઠક અંતર્ગત કેન્દ્ર તેમજ રાજય સરકારની 69 અગત્યની યોજનાઓની સમીક્ષા કરવામાં આવશે.









