અમદાવાદમાં ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાની ભવ્ય ઉજવણી થઈ રહી છે. જમાલપુરના જગન્નાથ મંદિર ખાતેથી રથયાત્રાના શુભારંભ થયો હતો. ખાડિયા ચાર રસ્તાથી પસાર થયા બાદ રથયાત્રાની શોભાયાત્રા જયારે કાલુપુર સર્કલ તરફ થઈ સરસપુર મુકામ કરવા જઈ રહી હતી ત્યારે વધુ એક મુશ્કેલી ઉભી થઈ. ખાડિયા નજીક ગજરાજ બેકાબૂ થયા હતા તેના બાદ કાલુપુરથી સરસપુર તરફ રથયાત્રા પ્રયાણ કરતી હતી ત્યારે ભગવાન બલભદ્રજીના રથનું પૈડું તૂટી ગયું.


[[$googlead]]

રથયાત્રામાં વધુ એક મુશ્કેલી

આજે જગતનાનાથ નગરચર્યાએ નીકળ્યા છે. આ રુડો અવસર માણવા ભક્તજનો પણ શોભાયાત્રામાં 'જય જગન્નાથ' અને 'જય કનૈયાલાલકી'નો નાદ કરી રહ્યા છે. ભદ્રનગરી ભક્તિના રંગમાં રંગાઈ છે. રથાયાત્રા તેના નિર્ધારિત સમય પર આગળ વધી રહી છે. જો કે આ રથયાત્રામાં ગજરાજ બાદ રથને લઈને મુશ્કેલીના સમાચાર સામે આવ્યા. સામાન્ય રીતે પહેલા બલભદ્રજીનો રથ વચ્ચે બહેન સુભદ્રાજીનો રથ અને પછી ભગવાન જગન્નાથજીના રથ એમ ત્રણ રથ સાથે નીકળે છે.

[[$alsoread]]

બલભદ્રજીના રથમાં ખામી સર્જાઈ

પરંતુ કાલુપુર સર્કલથી સરસપુર મામાના ઘરે મોસાળુ કરવા જતા બલભદ્રજીના રથમાં ખામી સર્જાઈ હોવાના સમાચાર સામે આવ્યા હતા. અને એટલે જ આ વખતે સૌ પ્રથમ બહેન સુભદ્રાજીનો રથ દેવદલન સરસપુર પહોંચી ગયો છે. અને બલભદ્રજીના રથ તાલધ્વજમાં પૈડાનો બેલ્ટ તૂટી જતા રથમાં ખામી સર્જાઈ હતી અને તાત્કાલિક તકનીકો દ્વારા આ ખામી દૂર કરવામાં આવી. તેના બાદ ભગવાન જગન્નાથ અને બલભદ્રજીના રથ પણ સરસુપર પહોંચ્યા હતા.

ભગવાનના રથ પર થયા અમી છાંટણા

ભગવાન જગન્નાથની રથયાત્રા રાયપુર ચકલા થઈને સરસપુર જતી હતી ત્યારે શહેરના પૂર્વ વિસ્તારમાં ધીમો વરસાદ જોવા મળ્યો. અષાઢી બીજના દિવસે રથયાત્રાના પાવન પર્વ પર મેઘરાજાએ અમી છાંટણા કરતા ભક્તોમાં ખુશીની લહેર જોવા મળી. દરવર્ષે રથયાત્રામાં વરસાદ આવતા ભગવાનના આર્શીવાદ મળ્યાનું કહેવામાં આવે છે. 

  • Follow us on: