આજે અમદાવાદમાં ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા યોજાઈ છે. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ રથમાં બિરાજીને નગરની યાત્રાએ નીકળ્યા છે. સવારથી નીકળેલી રથયાત્રામાં હજારોની જનમેદની ઉમટી હતી. ભગવાન સરસપુરમાં મામાના ઘરે પહોંચ્યા હતાં અને ત્યાં ભગવાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મોસાળવાસીઓએ ભગવાનનું મામેરૂ ભર્યું હતું. ભગવાનના રથ પર જળાભિષેક કરાયો હતો.
ભગવાનને પ્રસાદનો ભોગ અર્પણ કરાયો
સરસપુરમાં ભગવાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું.સ્થાનિકો દ્વારા ભગવાનનના રથ પર જળાભિષેક કરાયો હતો. ત્યારબાદ ભગવાનનું મામેરૂ ભરવામાં આવ્યું હતું. ભગવાન માટે ખાસ પ્રસાદીનું આયોજન કરાયું હતું. જ્યાં ભગવાનને પ્રસાદનો ભોગ અર્પણ કરાયો હતો. સરસપુરમાં મંત્રોચ્ચાર સાથે મામેરાનું પૂજન કરાયું હતું. જય જગન્નાથ, જય રણછોડ, માખણચોરના નાદ ગૂંજ્યા હતાં.
રથયાત્રાએ કાલુપુર તરફ પ્રસ્થાન કર્યું હતું
ત્યારબાદ સરસપુરથી રથયાત્રાએ કાલુપુર તરફ પ્રસ્થાન કર્યું હતું. કાલુપુર થઈને રથયાત્રા પ્રેમદરવાજાથી દિલ્હી ચકલા થઈ શાહપુર દરવાજા પહોંચશે.શાહપુર હાઈસ્કૂલથી ઘી કાંટા થઈ પાનકોર નાકા પહોંચશે. માણેકચોક થઈ ભગવાન નિજ મંદિર પરત ફરશે. હજારો ભક્તો ભગવાનના દર્શન કરવા માટે એકઠા થયા હતાં. રથયાત્રામાં અવનવા કરતબો અને ટેબ્લોએ આકર્ષણ જમાવ્યું છે. રથયાત્રા વચ્ચે વરસાદના અમી છાંટણા પણ થયાં છે.









