અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા પહેલા જળયાત્રા થાય છે. આ વખતે પણ 148મી રથયાત્રા પહેલા જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરની સાબરમતી નદીમાં ગંગાપૂજન થાય છે. ત્યારે શહેરના ફાયર વિભાગે જળયાત્રા પહેલા સ્થળ પર મોકડ્રીલ યોજી હતી. ચકાસણીના ભાગરૂપે યોજાયેલી મોકડ્રીલમાં નદીમાં ડૂબવાથી લઈને રેસ્ક્યૂ સુધીની વ્યવસ્થાની ચકાસણી કરવામાં આવી હતી.


[[$googlead]]

રેક્સ્યુ અને હોસ્પિટલ સુધીની વ્યવસ્થાની મોકડ્રિલ

અમદાવાદના ફાયર વિભાગે જળયાત્રાના સ્થળ પર યોજેલી મોકડ્રીલમાં નદીમાં ડૂબવાથી લઈને રેસ્ક્યૂ સુધીની વ્યવસ્થાની ચકાસણી કરી હતી. આ દરમિયાન એમ્બ્યુલન્સ,ફાયરની ટીમ સહિતની પૂરતી વ્યવસ્થા તૈયાર રખાઈ હતી. જળયાત્રામાં ડૂબવાની કે કોઈ અઘટિત ઘટના બને તો ફાયર વિભાગે તેના માટે તમામ તૈયારીઓ કરી લીધી છે. નદીમાં ડુબવાથી લઈ રેક્સ્યુ અને હોસ્પિટલ સુધીની વ્યવસ્થાની મોકડ્રિલ કરાઈ છે.

[[$alsoread]]

નદીમાં મંદિરના મહંત અને ટ્રસ્ટીઓ સહિતના લોકો ગંગાપૂજન કરે છે

રથયાત્રા પહેલા શહેરની સાબરમતિ નદીમાં જળયાત્રા થાય છે. નદીમાં મંદિરના મહંત અને ટ્રસ્ટીઓ સહિતના લોકો ગંગાપૂજન કરે છે. આ જળયાત્રામાં દર વર્ષે ભક્તોનો જમાવડો થાય છે. તેમાં સાધુ સંતો, રાજકીય નેતાઓ અને મંદિરના મહંત સહિતના લોકો જોડાય છે. આ દરમિયાન નદીમાં કોઈ ડૂબવાની કે અન્ય દુર્ઘટના થાય નહીં તે માટે ફાયર વિભાગે તૈયારીઓ શરૂ કરી છે. આજે જળયાત્રાના સ્થળ પર જઈને ફાયર વિભાગે મોકડ્રીલ યોજી હતી.


  • Follow us on: