અમદાવાદ શહેરમાં પર્વની જેમ જેની ઉજવણી થાય તે તહેવાર એટલે રથયાત્રા અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ પોતાના ભાઈ અને બહેન સાથે નગરચર્યાએ નીકળે છે, ત્યારે લાખોની જનમેદની રોડ પર ઉમટી પડતી હોય છે, જેથી કોઈ અગવડતા ના પડે અને જાનહાની કે અકસ્માત ના થાય તેના માટે મહાનગર પાલિકા દ્વારા તમામ તૈયારી કરવામાં આવી રહી છે.


[[$googlead]]

રથયાત્રાના દિવસે મહાનગર પાલિકા અને પોલીસના 1-1 કર્મચારીઓ જર્જરિત મકાન ખાતે હાજર રહેશે

શહેરના જુના અમદાવાદ વિસ્તારમાંથી પસાર થઈ ભગવાન જગન્નાથ મોસાળથી પરત નિજમંદિર આવતા હોય છે. જુના અમદાવાદમાં ઘણા વિસ્તાર એવા છે કે જેમાં નાની પોળ આવે છે, ઘણા જુના રોડ આવે છે. આ રૂટ પર ભયજનક મકાન પણ આવે છે અને આ તમામ જગ્યા પર ભક્તોને કોઈ અગવડતા ઉભી ના થાય તેના માટે AMC દ્વારા નાની બાબતની પણ કાળજી રાખવામાં આવતી હોય છે. અમદાવાદ શહેરમાં ગત રથયાત્રા દરમિયાન 464 જેટલા જર્જરિત મકાન નોંધાયા હતા તો ચાલુ વર્ષમાં રથયાત્રા રૂટ પર અત્યાર સુધીમાં 256 મકાનને નોટિસ આપવામાં આવી છે. રથયાત્રાના દિવસે મહાનગર પાલિકા અને પોલીસના 1-1 કર્મચારીઓ મકાન ખાતે હાજર રહેશે અને અવરજવર બંધ કરી દેવામાં આવશે.

[[$alsoread]]

જમાલપુર મંદિર ખાતે પ્લાઝા તૈયાર કરવામાં આવ્યું

આ તરફ મહાનગર પાલિકા દ્વારા રથયાત્રાને લઈને શહેરમાં નવીનીકરણનું કામ કરવામાં આવી રહ્યું છે એ રૂટ પર વિવિધ પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સિવાય સમગ્ર રૂટ પર ફૂટપાથ, રીપેરીંગ કામગીરી લગભગ પૂર્ણતાના આરે છે તો જમાલપુર મંદિર ખાતે પ્લાઝા તૈયાર કરવામાં આવ્યું છે. જેથી વહેલી સવારે ભગવાન નગરચર્યાએ નીકળે ત્યારે મોટી સંખ્યામાં ભક્તો ત્યાં ઉભા રહી શકે તો ફૂલ છોડ ઉગાડી સુશોભન પણ કરવામાં આવ્યું છે. આ સિવાય સમગ્ર રૂટ પર અત્યારથી સ્ટ્રીટ પોલનું ચેકીંગ શરુ કરી દેવામાં આવ્યું છે, જો ખામીયુક્ત લાગે તેને રીપેરીંગ માટે કામગીરી પણ હાથ પર લેવામાં આવી છે. આ સાથે જ ભજનમંડળી અખાડા ટ્રક અને ટેબ્લો નીકળતા હોય છે, જેથી રોડ પર રહેલા ઝાડના ટ્રિમિંગની કામગીરી પણ આરંભી દેવામાં આવી છે. આમ, રથયાત્રા પૂર્વે તમામ કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે. જેથી શાંતિપૂર્ણ રીતે વિનાવિઘ્ને રથયાત્રાનો લ્હાવો ભક્તો લઈ શકે. હાલમાં 1.2 કિલોમીટરના રથયાત્રા રૂટ પર નવીનીકરણની કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે તો રથયાત્રા બાદ આગામી કામગીરી હાથ પર લેવામાં આવશે.

  • Follow us on: