અમદાવાદ જિલ્લામાં બાવળા પોલીસને બાતમી મળી હતી કે સ્થાનિક પોલીસ મથકની હદમાં આવતા સાણંદના જુવાલ ગામે વિઠ્ઠલ ઉર્ફે વીકો અમરતભાઈ મકવાણા, કિશન ઉર્ફે વાદી હરગોવનભાઈ ગોહિલ ગેરકાયદે રીતે કોડીનયુક્ત કફ્ સીરપ લાવી તેનો સંગ્રહ કરી આજુબાજુના વિસ્તારોમાં વેચાણ કરી રહ્યા છે. એથી પોલીસ સ્ટાફ્ દ્વારા તુરત જ જુવાલ ગામની સીમમાં આવેલી કાંબલિયા અને આંબલી તરીકે ઓળખાતા વિસ્તારમાં ખુલ્લા ખેતરની જગ્યામાં આવેલી એક ઓરડી પર રેડ કરાઈ હતી. એ સમયે ઓરડીને તાળું મારેલું હોવાથી પોલીસે તેને તોડી અંદર તપાસ કરી હતી. જેમાં ઓરડીમાંથી વિનરોફ્ ટી નામની કોડીનયુક્ત કફ્સીરપની 493 બોટલ કિંમત રૂ. 73,950ની મળી આવી હતી. પોલીસે મુદ્દામાલ કબજે લઈ બંને ઇસમો વિરુદ્ધ એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોધી વધુ તપાસ આદરી છે.

Rajkot News: જંગલેશ્વર ડિમોલેશન માં રૂ. 27 લાખનું ફૂડ બિલ, જાણો કેટલા રૂપિયાનું શું ખાધું?









