અમદાવાદ જિલ્લા ગ્રામ્યના ઔદ્યોગિક વસાહત સ્થિત ફાર્મા કંપનીના મીટરનો વીજ ભાર વધારવા માટે ઉત્તર ગુજરાત વીજ કંપની લિ.માં કાર્યવાહી કરી હતી. ત્યારે ચાંગોદર સ્થિત વીજ કંપનીની કચેરીના જુનિયર આસિ. અધિકારીએ રૂ. 15 હજારની લાંચ માગી હતી. સદર લાંચની રકમ સ્વીકારતા એસીબી ટીમે ઝડપી પાડીને કાર્યવાહી હાથ ધરી છે. વધુમાં પ્રાપ્તિ વિગતો મુજબ ચાંગોદર યુજીવીસીએલમાં છેલ્લાં ત્રણ વર્ષથી ફરજ બજાવતા જુનિયર આસિ. ધનરાજ દિપકભાઈ પટેલ (ઉ.વ.36, રહે. ઘાટલોડિયા, અમદાવાદ) એક ફાર્મા કંપની પાસે મીટરનો વીજ ભાર વધારવા માટે રૂ. 15 હજારની લાંચ માગી હતી. કંપની આ લાંચની રકમ આપવા માગતી ન હતી. એથી આ બાબતે અમદાવાદ શહેર એસીબી કચેરીમાં જાણ કરી હતી. એથી એસીબીની ટીમે બુધવારે છટકું ગોઠવીને ચાંગોદર આરજીસીટી મોલ પાર્કિંગ પાસે આસિ. દિપકભાઈને બોલાવ્યા હતા. તેથી ફાર્મા કંપનીના કર્મી દ્વારા પાર્કિંગમાં જુનિયર આસિ. દિપકભાઈ પટેલને રૂ. 15 હજારની લાંચ આપતા સમયે એસીબીની ટીમે ત્રાટકીને જુનિયર આસિ.ને લાંચની રકમ સ્વીકારતા દબોચી લઈને કાર્યવાહી હાથ ધરી હતી.

Surat News: PM મોદીના આગમન પૂર્વે મેગા સફાઈ અભિયાન, કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલે કર્યું શ્રમદાન









