સાણંદના જોગણી માતા પાસે આવેલ એક ટુવ્હીલરના શોરૂમમાં નોકરી કરતા બે ઇસમોએ બીજા એક ઈસમનો સાથ લઈને ટીવીએસ કંપનીના 17 જયુપીટર મોપેડ માલિકની જાણ બહાર બારોબાર વેચી દીધા હતા. આ બનાવમાં ગ્રામ્ય એસઓજીના સ્ટાફની ટીમે બંને આરોપીને બાતમી આધારે ઝડપી પાડીને વધુ તપાસ આદરી છે.


સાણંદ શોરૂમમાં નોકરી કરતા ધર્મદિપસિંહ હિતેન્દ્રસિંહ પરમાર(રહે. મુનિકૃપા સોસાયટી,સાણંદ), શિવરાજસિંહ વિપુલસિંહ વાઘેલા(રહે.સોમનાથ સોસાયટી, સાણંદ) આ બંને ઈસમો ટીવીએસ કંપનીના શોરૂમમાં સ્ટોક મેન્ટેન કરતા હતા. જેઓએ સિક્યુરિટી કેમેરા ન હોય તેવી જગ્યાએથી માલિકની જાણ બહાર રજીસ્ટ્રેશન થયા વગરના સ્કૂટરની ચોરી કરી હતી અને તેઓ દિવ્યરાજસિંહ કિરીટસિંહ વાઘેલા( રહે. કાણેટી, સાણંદ)ને પહોંચાડતા હતા અને દિવ્યરાજસિંહ તે સ્કૂટર અલગ અલગ માણસોને પહોંચાડતા હતા. આમ કુલ 17 સ્કૂટર, કિંમત રૂ. 15.30 લાખની સાથે જિલ્લા એસઓજીએ પકડી પાડયા હતા. એસોજીને બાતમી મળેલ કે દિવ્યરાજસિંહ અને તેનો મિત્ર સાણંદ બાયપાસ પર એકટીવા લઈને આવનાર છે. જે હકીકતને આધારે ત્યાં વોચ ગોઠવી તેમને ઝડપી પૂછપરછ કરતા શિવરાજ, ધર્મદીપ શોરૂમમાં નોકરી કરતા હોવાનું જાણવા મળતા અને 17 સ્કૂટરની ચોરી કરી હોવાનું પણ કબુલાત કરી હતી.


  • Follow us on: