સાણંદ તાલુકાનાં ખોરજ ગામે અગાઉ બાવળ સાફ કરવા અંગે થયેલ ઝગડામાં આ ગામનાં પાંચ શખ્સો વિરુધ્ધ સાણંદ જી.આઈ.ડી.સી. પોલીસ મથકે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. તેની તપાસમાં જિલ્લા એલ.સી.બી. પોલીસે ગત તા. 13મી નવેમ્બરે પોપટ ચોકડી, વિરમગામ પાસેથી સાચા વ્યક્તિઓની ઓળખ કર્યા સિવાય ત્રણ વ્યક્તિઓને પકડી લેવામાં આવ્યા હતા અને તેમને સાણંદ જી.આઈ.ડી.સી. પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા.


જ્યાં પી.એસ.આઈ. સાદીક સમસુદ્દીન શેખે તેમજ ડી.વાય.એસ.પી. નિલમબેન ગૌસ્વામીએ તેમને કોઈ કોર્ટનાં હુકમ વગર ડી.વાય.એસ.પી. કચેરી ખાતે લઈ ગયા હતા અને ત્યાં સાચા વ્યક્તિઓની ઓળખ કર્યા વગર સાચુ નામ અલ્કેશ ઉર્ફે કલુ નાગરજી ઠાકોર હતું અને એફ.આઈ.આર. માં ખોટું નામ અલ્કેશ ઉર્ફે ટીનો નાગરજી ઠાકોર હતું તેમજ અન્ય બે વ્યક્તિઓનું નામ મહેશજી પ્રતાપજી ઠાકોર તેમજ રવિ મોહનજી ઠાકોર જેનું સાચું નામ રવિ મહેશજી ઠાકોર હોવા છતાં તેમને સાણંદ જી.આઈ.ડી.સી. પી.એસ.આઈ સાદીક સમસુદ્દીન શેખ તેમજ ડી.વાય.એસ.પી. નિલમબેન ગોસ્વામી તેમજ અન્ય બે પોલીસ કર્મીઓ દ્વારા દિવાલ આગળ ઉંધા ઉભા રાખી થર્ડ ડીગ્રી ઢોર માર મારવામાં આવેલ તેમજ ડી.વાય.એસ.પી. નિલમબેન કેટલા ધોકા માર્યા તે ગણતા હતા. આ બનાવનાં વિરોધમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજે સાણંદ ખાતે રેલી યોજી હતી કાયદાની વિરુધ્ધ જઈને ઠાકોર સમાજનાં લોકોને ખોટી રીતે માર મારી સત્તાનો દુરઉપયોગ કર્યા બદલ આ તમામ અધિકારીઓ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે દિલ્હી પીએમઓ કચેરીમાં આવેદનપત્ર રવાના કરવામાં આવ્યું હતું.


  • Follow us on: