સાણંદ પંથકમાં સોમવારે મોડી સાંજે ભારે વરસાદ થવા પામ્યો હતો. પવન સાથે થયેલ મુશળધાર વરસાદ ને કારણે સાણંદ નાં હજારી માતાનાં મદિર સામે આવેલ વિમલનાથ રાઈસ મિલનું ગોડાઉન ધરાશાયી થઈ ગયું હતું. સોમવારે સાંજે પવન અને વરસાદ થી સાણંદ ની વિમલનાથ રાઈસમીલનું ગોડાઉન તુટી પડયું હતું આ ગોડાઉન અનાજની બોરીઓથી ભરેલું હતું વરસાદ જોરશોર થી પડતો હોવાથી અનાજની બોરીઓ પણ પલળી જવા પામી હતી. જેથી ભારે નુકશાન થવા પામ્યું હતું. જો કે સદનસીબે મજુરો રાઈસમિલની અંદર કામ ન કરતા હોવાથી કોઈને જાનહાનિ થવા પામી નથી. પરંતુ ગોડાઉન માલિકનો સંપર્ક કરતા લગભગ ગોડાઉન અને માલ સાથે રૂ. 55થી 60 લાખની આસપાસનું નુકશાન થયાનો અંદાજ છે.



  • Follow us on: