સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતમાં ભગતના ગામ થી સુવિખ્યાત સાયલા માં બસ્સો વર્ષ પહેલા સંત લાલજી મહારાજ દ્વારા મંદિરની સ્થાપના કર્યાના દિવસ થી આજ સુધી ગરીબો,ભાવિકો તેમજ તમામ અભ્યાગતો માટે શરૂ કરાયેલ હરીહર (અન્નક્ષેત્ર) ની સેવા અખંડ રહેવા પામી છે.મંદિરની સ્થાપના કરનાર લાલજી મહારાજ ની જગ્યા માં ભજન,ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ જોવા મળી રહ્યો છે ત્યારે વર્તમાન મહંત દુર્ગાદાસજી મહારાજ દ્વારા હવે પોતાની તબિયત નાદુરસ્ત હોવાનું જણાવી સ્વૈચ્છિક નિવૃતિ લેવા સાથે મંદિરમાં કોઠારી તરીકે સેવા આપતા યુવા સંત અને મંડલેશ્વર માધવદાસજી ને મહંત તરીકે જાહેર કરતા તિલકવિધિ કરી હતી.મંદિરના સભાખંડમાં યોજાયેલ કાર્યક્રમ માં સંતો, આગેવાનો, સેવકોની હાજરીમાં નવ નિયુક્ત મહંત એવા માધવદાસજી ની તિલકવિધિ કરવામાં આવી હતી.આ પ્રસંગે સંત ગણ સાથે ટ્રસ્ટીઓ, સેવકો, ક્વોરી એસોસિએશન, વેપારી મંડળ, વિવિધ સમાજના આગેવાનોહાજર રહ્યા હતા.

Anand: સારોલમાં વીજ સ્ટેશનનું ભૂમિપૂજન









