શ્રાવણ માસ મહોત્સવ અંતર્ગત પ્રથમ સોમવારે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી પ્યોર સિલ્કના શિવલિંગની થીમવાળા વાઘા પહેરાવામાં આવ્યા છે. દાદાના સિંહાસને અર્ધનારેશ્વરના નૃત્યની થીમનો શણગાર કરાયો છે.


[[$googlead]]

પ્યોર સિલ્કના શિવલિંગની થીમવાળા વાઘા પહેરાવામાં આવ્યા છે દાદાને

શ્રી શિક્ષાપત્રી લેખન એવં આચાર્યપદ સ્થાપન દ્વિશતાબ્દી મહોત્સવ વડતાલધામના ઉપક્રમે સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી શ્રાવણ માસના તા.28-07-2025ને સોમવારના રોજ પ્યોર સિલ્કના શિવલિંગની થીમવાળા વાઘા પહેરાવામાં આવ્યા છે.

[[$alsoread]]

શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને સુરતમાં એક અઠવાડિયાની મહેનતે બનેલા પ્યોર સિલ્કના શિવલિંગની થીમવાળા વાઘા પહેરાવામાં આવ્યા

દાદાના સિંહાસને અર્ધનારેશ્વરના નૃત્યની થીમનો શણગાર કરાયો આજે સવારે 5:45 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી(અથાણાવાળા)દ્વારા કરવામાં આવી હતી.મંદિર પરિસરમાં યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અનેરા દર્શનનૉ લાભ અનેક ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન લઈ ધન્યતાનો અનુભવ કરેલ. આજે હનુમાનજીને કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, આજે શ્રાવણ મહિનાના પહેલા સોમવાર નિમિત્તે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને સુરતમાં એક અઠવાડિયાની મહેનતે બનેલા પ્યોર સિલ્કના શિવલિંગની થીમવાળા વાઘા પહેરાવામાં આવ્યા છે. દાદાના સિંહાસને અર્ધનારેશ્વરના નૃત્યની થીમનો શણગાર કરાયો છે.

પવિત્ર શ્રાવણ માસ દરમિયાન શ્રીહરિ મંદિરમાં દિવ્ય શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે

પવિત્ર શ્રાવણ માસ દરમિયાન તા.25-07-2025 થી તા.28-08-2025 સુધી શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુરધામ દ્વારા અનેકવિધ કાર્યક્રમો અંતર્ગત દિવ્ય શણગાર - દર શનિવારે ફુટ અન્નકૂટ,છપન્ન ભોગ અન્નકૂટ, ચોકલેટ અન્નકૂટ,ડ્રાયફ્રુટ મીઠાઈ અન્નકૂટ જેવા અનેક દિવ્ય અન્નકૂટ- સવારે -સાંજે સંગીતમય સુંદરરકાંડ પાઠ-દૈનિક મારુતિ યજ્ઞ- ષોડશોપચાર પૂજન અને મહા સંધ્યા આરતી -રાજોપચાર પૂજન અને મહા સંધ્યા આરતી - શ્રી કૃષ્ણ જન્મોત્સવ -દર સોમવારે શિવ સ્વરૂપ દિવ્ય શણગાર-શ્રીહરિ મંદિરમાં હિંડોળા દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રાવણ માસ દરમિયાન શ્રી હનુમાન ચાલીસા પાઠ અનુષ્ઠાન દરરોજ પવિત્ર બ્રાહ્મણો દ્વારા કરવામાં આવે છે. સવારે 7 થી સાંજે 6 દરમિયાન કરવામાં આવે છે. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન શ્રીહરિ મંદિરમાં દિવ્ય શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે.


  • Follow us on: