સાધલી ગ્રામ પંચાયતમાં રૂા.11,65,356ની ઉચાપત બાબતની ફરીયાદ તલાટીએ શિનોર પોલીસ સ્ટેશનમાં આપી હતી.


જેમાં ચેકમાં તલાટી તથા સરપંચની સંયુક્ત સહી હોવા છતાં આરોપીમાં સરપંચનુ નામ ના હોવાના કારણે, બે અરજદારોએ તે બાબતની તપાસની માંગ કરી હતી. તેના જવાબમાં પી.આઈ ગોહિલે તપાસ ચાલુ છે. સરપંચની આ ગુનામાં કોઈ સંડોવણી જણાઈ આવેલ ના હોવાથી અરજી ફાઈલ કરી હતી.

શિનોર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બી.એન. ગોહિલ દ્વારા જાવક નંબર વગરની તા. 14 જુલાઈ-25ના રોજ અરજદાર ધર્મેશ વસાવા તથા સરફ્રાજ નકુમને તેઓએ તા. 29 જાન્યુ-25 અને સંદર્ભ નામદાર ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ સ્પે. ક્રિમિનલ એપ્લિકેશન -25 તા.5 માર્ચ-25 409, 114 મુજબ, ઉચાપતમાં સરપંચનું નામ આરોપી તરીકે કેમ નથી, તેની અરજી આપી તપાસ કરવા જણાવેલ, એના જવાબમાં પી.આઇ.ગોહિલે જાવક નંબર વગરની ટપાલમાં જણાવ્યું કે આ ગુનાના કામે તલાટી કમ મંત્રી જીતેન્દ્ર ડામોરે ફરીયાદ કરી હતી. અરજી અન્વયે ગુનાની તપાસ PSI. એમ.એસ જાડેજા કરતા હોય જેથી આ વિષય અન્વયે આપે આપેલ અરજીની રજૂઆત બાબતે ગુનાની તપાસ ચાલુ હોવાથી અરજી શિનોર પોલીસ સ્ટેશનને ફાઈલ કરેલ છે, વધુમાં આ ગુનાની તપાસ દરમિયાન સરપંચ મનીષા પટેલની આ ગુનામાં કોઈ સંડોવણી જણાઈ આવેલ ન હોય ,જેથી આ કામના સહ આરોપી અલ્પેશ પટેલ રહેવાસી અવાખલના વિરુદ્ધમાં નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરવામાં આવેલ છે.


  • Follow us on: