શીનોર તાલુકાના દીવેર ગામ ખાતે નાળાના બાંઘકામમાં નડતરરૂપ દેશી બાવળના 15 વૃક્ષોની પંચાયત દ્વારા જાહેર હરાજી કરવામાં આવી હતી.
ગ્રામજનોના આક્ષેપ મુજબ ઈજારદારે 15 દેશી બાવળ કરતા વઘુ વૃક્ષ કાપીને ગ્રામ પંચાયત જોડે છેતરપિંડી કરી હોવાનો આક્ષેપ કરાયો છે. શીનોર તાલુકાના દીવેર ગામેથી મઢી તરફ્ જવાના મુખ્ય માર્ગ પર નાળાનુ કામ ચાલુ છે, જ્યાં નડતરરૂપ દેશી બાવળના 15 વૃક્ષોની પરવાનગી લઈ ગ્રામ પંચાયત દ્વારા જાહેર હરાજી કરવામાં આવી હતી
જેમા સાઘલીના વેપારીએ 51000મા આ 15 વૃક્ષો કાપવાની ઈજારો લીઘો હતો તાજેતરમાં વરસાદ હોવાનો લાભ લઈ ને ઈજારદાર દ્વારા 15 કરતા વધુ વૃક્ષો કાપી નાખ્યાનો ગ્રામજનોએ કરેલા આક્ષેપની સાથોસાથ ગ્રામજનોએ ઈજારદાર દ્વારા વૃક્ષના થડને માટી નાખીને દાટી દીધેલા હતા ગામના જાગૃત નાગરિક દ્વારા વૃક્ષોના થડીયા જાતે બહાર કાઢી તપાસ કરતા 15 કરતા વધુ વૃક્ષ ઈજારદારે કાપી નાખ્યાનું બહાર આવતા મામલતદાર શિનોર દ્વારા સ્થળ પર તટસ્થ તપાસ થાય એવી માંગ કરાઈ છે.