આવતીકાલે એટલે 19 ડિસેમ્બરના રોજ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે યોજાનારી આગામી ઇન્ડિયા અને સાઉથ આફ્રિકા વચ્ચેની ડે-નાઈટ T-20 ક્રિકેટ મેચના અનુસંધાને ટ્રેન સેવાઓને મધ્યરાત્રિના 12:30 વાગ્યા સુધી ચાલશે. જે કારણે સ્ટેડિયમની આસપાસના રસ્તા પર અવરજવર માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

IND v SA ટી20 મેચના કારણે આ રસ્તાઓ રહેશે બંધ

  • જનપથ ટીથી મોટેરા સ્ટેડિયમ મેઈન ગેટ થઈ કૃપા રેસિડેન્સી ટી થઈ મોટેરા ગામ ટી સુધીના માર્ગમાં અવરજવર પર પ્રતિબંધ રહેશે

વૈકલ્પિક રસ્તા

  1. તપોવન સર્કલથી ONGC ચાર રસ્તાથી વિસત ટી થઈને પાવર હાઉસ ચાર રસ્તા થઈ પ્રબોધ રાવળ સર્કલ સુધીના જત-આવતા માર્ગ પરથી અવરજવર કરી શકાશે
  2. કૃપા રેસિડેન્સી ટી થઈ શરણ સ્ટેટ્સ ચાર રસ્તા થઈ ભાટ કોટેશ્વર રોડ થઈ એપોલો સર્કલ તરફ અવરજવર કરી શકાશે

આ જાહેરનામું કોને લાગુ પડશે નહી?

  • ક્રિકેટ મેચ સાથે જોડાયેલા વાહનો
  • ફરજમાં રોકાયેલા સરકારી વાહનો
  • ફાયર બ્રગેડ, એમ્બ્યુલન્સના વાહનો
  • આકસ્મિક સંજોગોમાં વાહન સાથે અવરજવર કરનારા પર
  • આ વિસ્તારમાં વસવાટ કરતા લોકો પર
જાહેરનામાંનો સમયગાળો
  • 19 ડિસેમ્બર, 2025ના બપોરના 3 કલાકથી 20 ડિસેમ્બર, 2025ના રાત્રિના 2 કલાક સુધી આ જાહેરનામું લાગુ રહેશે