T20 ફાઇનલ મેચના રોમાંચ વચ્ચે અમદાવાદમાં સુરક્ષાની પણ કડક કસોટી હતી. હજારો પ્રેક્ષકોની હાજરીમાં રમાયેલી આ મેચમાં કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે ગુજરાત પોલીસે અભેદ્ય કિલ્લેબંધી કરી હતી. આ સફળ આયોજન બદલ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ દળનો આભાર માન્યો છે.
મેચ દરમિયાન સુરક્ષાની વ્યવસ્થામા પોલીસ કર્મી તૈનાત
મેચ દરમિયાન સ્ટેડિયમ અને તેની આસપાસના વિસ્તારોમાં સુરક્ષા જાળવી રાખવા માટે પોલીસનું મોટું કાફલું ખડેપગે હતું. મેચ દરમિયાન કુલ 4,093થી વધુ પોલીસ કર્મીઓ સુરક્ષા વ્યવસ્થામાં તૈનાત કરવામાં આવ્યા હતા. સ્ટેડિયમની અંદર, બહાર તેમજ પાર્કિંગ અને આસપાસના મુખ્ય રસ્તાઓ પર સિનિયર અધિકારીઓથી લઈને ગ્રાઉન્ડ સ્ટાફ સુધીના તમામ જવાનોએ સતર્કતાથી કામગીરી કરી હતી. હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને પોલીસ જવાનોની મહેનત અને તેમના શિસ્તબદ્ધ આયોજનને અભિનંદન પાઠવ્યા હતા.
