ખેલ મહાકુંભ-૨૦૨૫માં ભાગ લેવા માટે નિયત વયજૂથના તમામ ખેલાડીઓ દ્વારા ફરજીયાત https://khelmahakumbh.gujarat.gov.in વેબસાઈટ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. પ્રત્યેક ખેલાડી મહત્તમ બે રમતમાં જ ભાગ લઇ શકશે.


કોઈ પણ ખેલાડી બે રમત કરતાં વધુ રમતમાં ભાગ લઈ શકશે નહી

એક જ KMK ID(ખેલ મહાકુંભ આઈડી) પરથી ખેલાડીઓએ ૨ રમતમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હશે તો જ ખેલાડીનું બે રમતમાં રજીસ્ટ્રેશન માન્ય ગણવામાં આવશે. જે ખેલાડી પાસે જૂના KMK ID હોય તેઓએ જૂના KMK ID થી ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. અં-૯, અં-૧૧, અં-૧૪ અને અં-૧૭ની વયજૂથમાં શાળામાં અભ્યાસ કરતાં ખેલાડીઓએ જે તે શાળામાંથી રજીસ્ટ્રેશન કરવાનું ફરજીયાત રહેશે તથા કોલેજમાં અભ્યાસ કરતાં ખેલાડીઓએ ઓનલાઈન અથવા કોલેજ મારફતે રજીસ્ટ્રેશન કરી શકશે. ઓપન એજ ગ્રુપનાં, ૪૦ અને ૬૦ વર્ષથી ઉપરનાં ખેલાડીઓ અને અભ્યાસ ન કરતાં ખેલાડીઓ પણ જે તે વયજૂથ પ્રમાણે જિલ્લાનાં જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર પરથી અથવા પોતાનાં મોબાઈલ દ્વારા ઓનલાઈન માધ્યમથી પોતાનાં વયજૂથમાં રજીસ્ટ્રેશન કરાવી શકશે. ૨૨મી સપ્ટેમ્બર ૨૦૨૫ના સાંજે ૬.૦૦ સુધી ખેલ મહાકુંભ-૨૦૨૫નું રજીસ્ટ્રેશન કરાવી શકાશે. તેમ જિલ્લા રમત ગમત અધિકારશ્રી બોટાદ દ્વારા જણાવવામાં આવ્યું છે.


  • Follow us on: