હર્ષભાઈ સંઘવીએ જર્સીનું અનાવરણ કરતા જણાવ્યું હતું કે, ભારતના એથલિટ્સે વિવિધ આંતર રાષ્ટ્રીય ટુર્નામેન્ટ્સમાં દેશનું ગૌરવ વધાર્યું છે અને વિશ્વ મંચ પર ભારતનો તિરંગો લહેરાવ્યો છે. ગુજરાતના યુવાનો આગામી ‘એશિયન ગેમ્સ ૨૦૨૬’માં પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરવા ભારતની ટીમમાં વધુ પ્રબળ સ્વિમર્સને મોકલવાનો રાજ્ય સરકારનો દ્રઢ નિશ્ચય છે.
આંતરરાષ્ટ્રીય મંચ પૂરું પાડવા મંત્રીએ સ્વિમિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાનો આભાર વ્યક્ત કર્યો
તેમણે ઉમેર્યું હતું કે, ગુજરાત માટે આ સૌભાગ્યની વાત છે કે રાજ્યને અનેક મહત્ત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ્સ માટે યજમાન બનવાનો અવસર પ્રાપ્ત થયો છે. આ ટુર્નામેન્ટસમાં સર્વશ્રેષ્ઠ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા ગુજરાત અગ્રેસર રહ્યું છે. ગુજરાતની પાવન ધરતીને ૧૧મી એશિયન અક્વાટિક્સ ચેમ્પિયનશિપ જેવી પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ માટે પસંદ કરી ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય મંચ પૂરું પાડવા મંત્રીએ સ્વિમિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાનો આભાર વ્યક્ત કર્યો હતો.













