સુરતના ઓલપાડ તાલુકા માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે.ઓલપાડ PI ચેતન જાદવના માત્ર 10 વર્ષના પુત્ર રૂદ્ર જાદવે સ્કેટિંગમાં એવી સિદ્ધિ મેળવી છે.જેના કારણે તેનું નામ ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ્સમાં નોંધાયું છે.કર્ણાટકના બેલગાવી ખાતે યોજાયેલી સ્કેટિંગ સ્પર્ધામાં રૂદ્રએ શાનદાર પ્રદર્શન કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.બેલગાવીના શિવગંગા રોલર સ્કેટિંગ ક્લબ તે યોજાયેલી સ્પર્ધામાં રૂદ્ર જાદવે ભાગ લીધો હતો.અહીં તેણે Fastest 100 Metre Inline Skates Backwards ઇવેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું અને વિશ્વ રેકોર્ડ પોતાના નામે કર્યો.
100 મીટર ઇનલાઇન સ્કેટિંગમાં વિશ્વ રેકોર્ડ
રૂદ્રએ પાછળની તરફ ઇનલાઇન સ્કેટ્સ પર 100 મીટરનું અંતર સૌથી ઝડપી પૂર્ણ કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.આ સિદ્ધિ બાદ તેને મેડલ અને સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યો હતો.માત્ર 10 વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય સ્તરની આવી સિદ્ધિ મેળવવી રૂદ્ર માટે મોટી ઉપલબ્ધિ છે.તેની આ સફળતાથી તેના પરિવાર ઉપરાંત ઓલપાડ તાલુકા,સુરત અને સમગ્ર ગુજરાતનું નામ ગૌરવભેર ઊંચું થયું છે.રૂદ્રની આ સફળતા પાછળ તેની સતત મહેનત, પ્રેક્ટિસ અને કોચનું માર્ગદર્શન મહત્વનું રહ્યું છે.
અગાઉ પણ જીતી ચૂક્યો છે ગોલ્ડ મેડલ
રૂદ્ર જાદવ માટે આ પહેલી મોટી સિદ્ધિ નથી.આ પહેલાં પણ તેણે સ્કેટિંગ ક્ષેત્રે પોતાની પ્રતિભા સાબિત કરી છે. રૂદ્રએ નેશનલ ચેમ્પિયનને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.નાની ઉંમરથી જ સ્કેટિંગમાં રસ ધરાવતા રૂદ્રએ પોતાની રમતને સતત સુધારવા માટે મહેનત કરી છે. સ્થાનિક અને રાષ્ટ્રીય સ્તરની વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈને તેણે પોતાની ઓળખ બનાવી છે.હવે ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ્સમાં નામ નોંધાયા બાદ તેની સિદ્ધિમાં વધુ એક મોટું પાનું ઉમેરાયું છે.
કોચ હિરેન પટેલના માર્ગદર્શન હેઠળ તાલીમ
રૂદ્ર જાદવે સુરતના ધ ફીટ સ્ટોપ ક્લબ,પાલ ખાતે કોચ હિરેન પટેલના માર્ગદર્શન હેઠળ સ્કેટિંગની તાલીમ મેળવી છે.નિયમિત પ્રેક્ટિસ અને યોગ્ય માર્ગદર્શનના કારણે રૂદ્રએ પોતાની સ્કેટિંગ કુશળતામાં સતત સુધારો કર્યો છે. વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા બાદ હવે તેની સામે સ્કેટિંગ ક્ષેત્રે વધુ મોટી સિદ્ધિઓ મેળવવાનું લક્ષ્ય રહેશે.
પરિવાર અને સુરત માટે ગૌરવની ક્ષણ
માત્ર 10 વર્ષની ઉંમરે ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ્સમાં નામ નોંધાવનાર રૂદ્ર જાદવની આ સિદ્ધિ પરિવાર માટે તો ગૌરવની વાત છે જ, પરંતુ ઓલપાડ અને સુરત માટે પણ ગૌરવની ક્ષણ છે.સ્કેટિંગ જેવી રમતમાં નાની ઉંમરે વિશ્વ સ્તરે પોતાની ઓળખ બનાવવી રૂદ્રની મહેનત અને પ્રતિભાને દર્શાવે છે. હવે રૂદ્રની નજર આગામી સ્પર્ધાઓમાં વધુ સારું પ્રદર્શન કરીને દેશનું નામ આગળ વધારવા પર રહેશે.
આ પણ વાંચો - Irani Cup 2026: પંત સામે પારસ ડોગરા, ઇરાની કપમાં પહેલી વાર ઘરઆંગણે ઉતરશે જમ્મુ-કાશ્મીર