સુરેન્દ્રનગર ખાતે 'ખેલ મહાકુંભ 2026' નો અત્યંત ઉત્સાહભેર પ્રારંભ કરવામાં આવ્યો છે. ઝાલાવાડની ધરતી પર રમતગમત પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાના હેતુથી નોર્થ ઝોન અને સાઉથ ઝોન કક્ષાની વિવિધ રમતોનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ ખેલ મહોત્સવનું સત્તાવાર ઉદ્ઘાટન DySP પાર્થ પરમારના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રમતગમત અધિકારીઓ, કોચ અને મોટી સંખ્યામાં ઉત્સાહી ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા.

વિવિધ રમતો અને નોર્થ ઝોન સ્પર્ધાનું ટાઇમટેબલ

આ ખેલ મહાકુંભ અંતર્ગત કબડ્ડી, ખો-ખો, વોલીબોલ અને એથ્લેટિક્સ સહિતની અનેક લોકપ્રિય રમતોમાં ખેલાડીઓ પોતપોતાનું કૌશલ્ય દાખવશે. આયોજન મુજબ, 28 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર દરમિયાન નોર્થ ઝોન કક્ષાની વિવિધ રમતોની સ્પર્ધાઓ યોજાશે, જેમાં અલગ-અલગ જિલ્લાના શ્રેષ્ઠ ખેલાડીઓ વચ્ચે મેદાન પર જોરદાર ટક્કર જોવા મળશે.

નવી રમત પ્રતિભાઓને મળશે મોટું પ્લેટફોર્મ

ખેલ મહાકુંભ શરૂ થતાં જ યુવા ખેલાડીઓમાં ભારે ઉત્સાહ અને રોમાંચ જોવા મળી રહ્યો છે. સ્થાનિક અને ઝોન કક્ષાએ આ પ્રકારના સુઆયોજિત આયોજનથી ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારની છુપાયેલી રમત પ્રતિભાઓને પોતાની ક્ષમતા સાબિત કરવાનું શ્રેષ્ઠ પ્લેટફોર્મ મળશે. આ સ્પર્ધાના માધ્યમથી ઉભરતા ખેલાડીઓને આગળ જતાં રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે ચમકવા માટે નવો વેગ મળશે.

આ પણ વાંચો : Amreli News : બારપટોળીમાં સિંહના હુમલા વચ્ચે ફોરેસ્ટરની રિવોલ્વર ખોવાઈ, 6 કારતૂસ સાથે શોધખોળ શરૂ