સુરતમાં અપહરણ વિથ દુષ્કર્મનો આરોપી ઝડપાયો છે. આરોપી સૈયદને આંધ્રપ્રદેશના અનંતપુરથી ઝડપી લેવામાં આવ્યો છે. આરોપી સૈયદ ઉર્ફે બાશા કાદરએ 2019માં સગીરાનું અપહરણ કરી હૈદરાબાદ લઈ ગયો હતો. 2 મહિના સુધી અલગ અલગ જગ્યાએ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. સગીરા અપહરણકર્તાની ચુંગાલમાંથી ભાગી છૂટી હતી. આ મામલે કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
અપહરણ વિથ દુષ્કર્મનો આરોપી ઝડપાયો
સુરત ક્રાઇમ બ્રાન્ચે અપહરણ વિથ દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી સૈયદ ઉર્ફે બાશા અબ્દુલ કાદરને આંધ્રપ્રદેશના અનંતપુર ખાતેથી ઝડપી પાડ્યો છે. વર્ષ 2019માં આરોપીએ સગીર વયની દીકરીનું અપહરણ કરી હૈદરાબાદ લઈ ગયો હતો. આ સગીરી સાથે જ્યાં બે મહિના સુધી તેને અલગ-અલગ જગ્યાએ તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. પરંતુ ભોગ બનનારે તકનો લાભ લઇ ત્યાંથી ભાગીને પરત સુરત ખાતે આવી ગઈ હતી.
આરોપીને આંધ્રપ્રદેશના અનંતપુર ખાતેથી ઝડપી પાડ્યો
આ મામલે આરોપી સામે કતારગામ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. જે ગુનામાં આરોપી સૈયદ ઉર્ફે બાશા અબ્દુલ કાદર પોલીસથી બચવા નાસતો-ફરતો હતો. 2019માં નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસ આરોપીની શોધખોળ કરી રહી હતી. આરોપી સૈયદ ઉર્ફે બાશા અબ્દુલ કાદરને આંધ્રપ્રદેશના અનંતપુર ખાતેથી ઝડપી લેવામાં સુરત ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે.









