સુરતના રાંદેરમાં વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. શહેરમાં 20 વર્ષીય નિકિતા પરમારે આપઘાત કર્યો છે. B.Comના છેલ્લા વર્ષમાં અભ્યાસ યુવતી કરતી હતી. કેટલાક વિષયમાં નપાસ થતા યુવતી હતાશ હતી. રાંદેર પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

સુરતના રાંદેરમાં વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો 

રાંદેર વિસ્તારમાં 20 વર્ષીય વિદ્યાર્થીની આપઘાત કર્યો છે. નિકિતા પરમાર નામની વિદ્યાર્થીનીએ આપઘાત કરતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. નિકિતા કોલેજના B.Com ના છેલ્લા વર્ષનો અભ્યાસ કરતી હતી. પરંતુ અભ્યાસમાં ATKT આવી જતા ઘણા સમયથી હતાશ રહેતી હતી, જેને કારણે આપઘાત કર્યા હોવાનું અનુમાન છે.

અભ્યાસમાં ATKT આવી જતા ઘણા સમયથી હતાશ રહેતી

યુવતી મહારાજ કૃષ્ણકુમાર કોલેજમાં અભ્યાસ કરતી હતી. આ મામલે પોલીસ ઝીંણવટ પૂર્વક તપાસ કરી રહી છે. જો કે કોઈ સ્યુસાઈટનોટ હાલ મળી નથી. છેલ્લા ઘણા દિવસોથી રાજ્યમાં આત્મહત્યાની ઘટનાઓમાં વધારો થયો છે. રાંદેર વિસ્તારમાં 20 વર્ષીય વિદ્યાર્થીની આપઘાત કરતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

  • Follow us on: