સુરત શહેરમાં હાલના ભારે વરસાદને પગલે રોડ-રસ્તા પર ભુવા પડવાની અને રસ્તા બેસી જવાની સમસ્યા સામે આવી હતી, જે અંગે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) ના એડિશનલ સિટી ઇજનેર એમ.ડી. ચાવડાએ મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે માહિતી આપી હતી કે, સતત વરસાદને કારણે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં કુલ ૨૪ જેટલા સ્થળોએ રસ્તા બેસી ગયા હતા.
તાત્કાલિક અસરથી કામગીરી શરૂ
આ સમસ્યાને ધ્યાનમાં રાખીને SMC ના તમામ ઝોનમાં તાત્કાલિક અસરથી કામગીરી શરૂ કરવામાં આવી હતી. પાલિકાની ટીમોએ ત્વરિત કાર્યવાહી કરીને આ રસ્તાઓને માત્ર ૪ થી ૫ કલાકના ટૂંકા ગાળામાં જ રિપેર કરીને વાહનવ્યવહાર માટે ફરી પૂર્વવત કરી દીધા છે. હાલની સ્થિતિ અંગે તેમણે સ્પષ્ટતા કરી હતી કે, શહેરમાં અત્યારે કોઈ પણ જગ્યાએ રિપેરિંગની કામગીરી બાકી નથી.
