સુરત શહેરમાં અમૃતમ સંસ્થા દ્વારા માતા મિલ્ક ડોનેશન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું, જે સંસ્થાનો 32મો કેમ્પ હતો. આ ઉમદા કાર્યક્રમમાં જે માતાઓનું બાળક બે વર્ષ સુધીનું હોય તેવી માતાઓએ ઉત્સાહભેર પોતાનું દૂધનું દાન કર્યું હતું. આ કેમ્પ થકી કુલ 28 જેટલા મિલ્ક યુનિટ એકત્રિત કરવામાં આવ્યા હતા.
માતા મિલ્ક ડોનેશન કેમ્પનું સફળ આયોજન
આ કેમ્પમાં અમૃતમ સંસ્થાના પ્રમુખ કુંજ પંસારી અને સુરત શહેર પોલીસ કમિશનરનાં ધર્મપત્ની સંધ્યા ગહેલોત ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સંધ્યા ગહેલોતએ જણાવ્યું હતું કે, "માતાનું ધાવણ એ જાતે જ અમૃત છે. તેથી, મહિલાઓએ બાળકોને બહારનું વેચાતું મિલ્ક પાવડર કે મેન મેડ મિલ્ક ન પીવડાવવું જોઈએ. માતાના દૂધથી જ બાળકનો યોગ્ય વિકાસ થાય છે અને તે મજબૂત બને છે."સંધ્યા ગહેલોતએ માતાના દૂધના દાનને સર્વશ્રેષ્ઠ દાન ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે, "રક્તદાન કે પૈસાનું દાન તો ઘણા લોકો કરે છે, પરંતુ માતાના દૂધનું દાન કરવું એ ઉત્તમ ગણાય છે."










