સુરત શહેરમાં સાયબર ફ્રોડના અલગ-અલગ 4 બનાવોમાં નાગરિકો સાથે કુલ રૂ.20.33 લાખની ઠગાઈ થઈ હોવાનો મામલો સામે આવ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ, અડાજણ વિસ્તારમાં એક યુવકે ઇન્સ્ટાગ્રામ રીલ જોઈને વધુ નફાની લાલચમાં રૂ.14.48 લાખ ગુમાવ્યા હતા. બીજી તરફ, સિટી લાઈટ વિસ્તારમાં યુવકે APK ફાઇલ ડાઉનલોડ કરતાં તેના ખાતામાંથી રૂ.5.38 લાખ ઉપડી ગયા હોવાની ઘટના બની હતી.

ક્રેડિટ કાર્ડ અને વેપારીના ખાતામાંથી રકમ ઉપડી

અન્ય બે બનાવોમાં સરથાણા વિસ્તારમાં એક યુવકના ક્રેડિટ કાર્ડમાંથી અચાનક રૂ.47,080 ઉપાડી લેવામાં આવ્યા હતા. જ્યારે સલાબતપુરા વિસ્તારના એક વેપારીના બેંક ખાતામાંથી રૂ.88,000 ઉપડી જતાં છેતરપિંડીનો ભોગ બન્યા હતા. આમ અલગ-અલગ રીતો અપનાવીને સાયબર ઠગોએ કુલ રૂ.20.33 લાખની રકમ પડાવી લીધી હતી.

સુરત સાયબર ક્રાઈમ સેલમાં 4 ફરિયાદ નોંધાઈ

સાયબર છેતરપિંડીના આ તમામ બનાવો અંગે ભોગ બનનાર ફરિયાદીઓએ સુરત સાયબર ક્રાઈમ સેલ પોલીસ સ્ટેશનમાં કુલ 4 ફરિયાદ નોંધાવી છે. ફરિયાદોના આધારે સાયબર ક્રાઈમ પોલીસે નાણાકીય વ્યવહારો અને ટેકનિકલ વિગતોના આધારે ઠગ ટોળકીને ઝડપી પાડવા માટે વધુ તપાસ શરૂ કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો