સુરતના સલાબતપુરામાં મકાનનો સ્લેબ ધરાશાયી થયો છે, જેમાં ઘરમાં રહેતા 4 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની વાત સામે આવી છે, વર્ષો જુના મકાનનો સ્લેબનો ભાગ પડયો છે, મકાનમાં રહેતા જરીવાલા પરિવાર ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, તો ફાયર વિભાગે અને પોલીસે તપાસના ધમધમાટ શરૂ કર્યો છે.
મકાન પડતા 4 લોકો થયા ઈજાગ્રસ્ત
સુરતના સલાબતપુરા વિસ્તારમાં મકાનના સ્લેબનો ભાગ ધરાશાયી થયો છે, વર્ષો જૂનુ મકાન ધરાશાયી થતા આસપાસના લોકોમાં દોડધામ મચી હતી, એક સ્લેબનો ભાગ ધરાશાયી થયો હતો, આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત લોકોને ઘરની બહાર કાઢયા હતા, ફાયર વિભાગે ઘટના સ્થળે જઈને કાટમાળ દૂર કર્યો હતો, બીજી તરફ સુરત કોર્પોરેશનના એસ્ટેટ વિભાગે પણ આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
ગઈકાલે હોડી બંગલા વિસ્તારમાં મકાન ધરાશાયી થયુ હતુ
સુરતમાં ફરી એકવાર મકાન ધરાશાયી થવાની ઘટના બની હતી અને આ ઘટના હોડી બંગલા વિસ્તારમાં બની હતી જેમાં મકાનમાં કેટલાક લોકો રહેતા અને અચાનક મકાન ધરાશાયી થયું હતુ, આ ઘટનામાં કેટલાક લોકો દબાયા હોવાની આશંકા હતી પરંતુ તેવું કઈ સામે આવ્યુ નથી અને ફાયર વિભાગની ટીમે કાટમાળ દૂર કર્યો હતો.
વરસાદના સમયે વધારે બને છે મકાન ધરાશાયની ઘટના
વરસાદના કારણે સૌથી વધારે મકાન ધરાશાયી થવાની ઘટના બને છે જેમાં વરસાદનું પાણી દિવાલમાં ભેજ હોવાથી દિવાલ પોચી બને છે અને ધરાશાયી થાય છે, ત્યારે સ્થાનિકોને જાણ હોય છે આ બાબતની તેમ છત્તા આવા જર્જરિત મકાનમાં રહીને પોતાનો જીવ જોખમમાં મૂકતા હોય છે. કોર્પોરેશન પણ અવાર-નવાર આવા મકાનના માલિકને જાણ કરે છે તેમ છત્તા તેઓ ઘર ખાલી કરતા હોતા નથી.









