સુરતમાં કેમિકલયુક્ત પાણી છોડનાર સામે તવાઈ બોલાવવામાં આવી છે. ડ્રેનેજમાં કેમિકલયુક્ત પાણી છોડતા 452 યુનિટ સીલ કરવામાં આવ્યા છે. ઉધના અને લિંબાયત વિસ્તારમાં યુનિટ સીલ કરાયા છે. તપેલા ડાઇંગ યુનિટો દ્વારા કેમિકલયુક્ત પાણી છોડાતું હતું. ટ્રીટમેન્ટ વગર ડ્રેનેજમાં કેમિકલયુક્ત પાણી છોડતા હતા.
સુરતમાં કેમિકલયુક્ત પાણી છોડનાર સામે તવાઈ
સુરતના ઉધના લિંબાયતમાં કેમિકલયુક્ત પાણી ડ્રેનેજમાં છોડનાર સામે અત્યાર સુધીમાં 452 યુનિટ સીલ કરવામાં આવ્યા છે. આ તપેલા ડાઇંગ યુનિટો દ્વારા વપરાશમાં લેવાતું પાણી કોઈ પણ ટ્રીટમેન્ટ વગર ડ્રેનેજ લાઇનમાં છોડવામાં આવે છે. જે ખાડી દ્વારા નદીમાં પહોંચે છે અને જળપ્રદૂષણ ફેલાય રહ્યું છે લોકોના શરીરને નુકસાન પહોંચાડી રહ્યું છે. જેને લઇ પાલિકા દ્વારા કેમિકલયુક્ત પાણી ડ્રેનેજમાં છોડનારા યુનિટ સામે કડક કાર્યવાહી કરી રહી છે.
પાલિકા દ્વારા 452 યુનિટ સીલ
શહેરમાં કેમિકલયુક્ત પાણી ડ્રેનેજમાં છોડનાર સામે પાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. કેમિકલયુક્ત પાણી ડ્રેનેજમાંથી નદીમાં પહોંચે છે અને જળપ્રદૂષણ ફેલાય રહ્યું છે. તપેલા ડાઇંગ યુનિટો દ્વારા કેમિકલયુક્ત પાણી છોડાતું હતું. ટ્રીટમેન્ટ વગર ડ્રેનેજમાં કેમિકલયુક્ત પાણી છોડતા હતા.









