સુરતના પાંડેસરા વિસ્તારમાં દિવાલ પડતા શ્રમિકનું કરુણ મોત નીપજ્યાની ઘટના સામે આવી છે. DKવાલા કારખાનામાં દિવાલ તોડવાનું કામ ચાલી રહ્યું હતું ત્યારે અચાનક દિવાલ પડતા 50 વર્ષીય મંગુભાઈ ડામોરનું મોત નીપજ્યું હતું. કામગીરી દરમિયાન કોઈપણ સેફ્ટી સાધન વગર કોન્ટ્રક્ટરે તેમને કામ પર મૂક્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સુરક્ષા સાધનોના અભાવે બનેલી આ ઘટનાથી શ્રમિકોની સુરક્ષા વ્યવસ્થા અંગે ગંભીર સવાલો ઉભા થયા છે.
સિવિલ હોસ્પિટલમાં પરિવારનો વિરોધ
શ્રમિકના મોત બાદ પરિવાર અને સમાજના લોકો ન્યાયની માંગ સાથે સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો. સેફ્ટી સાધનો વિના કામ કરાવતા હોવાના આક્ષેપો વચ્ચે પરિવારજનોએ જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. આ દરમિયાન કોન્ટ્રક્ટર અને મિલ માલિક એકબીજા પર જવાબદારી ઢોળતા હોવાનો આક્ષેપ પણ સામે આવ્યો છે, જેના કારણે હોસ્પિટલ પરિસરમાં માહોલ ગરમાયો હતો.
