સુરતમાં ગર્ભવતી મહિલા સહિત 6 લિફ્ટમાં ફસાયા હોવાની ઘટના સામે આવી છે. શહેરના પાલમાં આરાધના ભવનની લિફ્ટ બંધ થતા લોકો ફસાયા હતા. આ ઘટનાની જાણ થતા અડાજણ ફાયર જવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ફાયર વિભાગે સલામત રીતે 6 લોકોનું રેસ્ક્યું કર્યું હતું. લિફ્ટમાં 4ની કેપેસીટી સામે 6 લોકો જતા લિફ્ટ બંધ પડી ગઈ હતી.


[[$googlead]]

સુરતમાં ગર્ભવતી મહિલા સહિત 6 લિફ્ટમાં ફસાયા 

[[$alsoread]]

સુરત શહેરના પાલમાં આરાધના ભવનની લિફ્ટ બંધ થઈ જતા ગર્ભવતી મહિલા સહિત 6 લોકોનું રેસ્ક્યું કરવામાં આવ્યું છે. અડાજણ ફાયરના જવાનોએ લિફ્ટ ટેક્નિશિયનને સાથે રાખી ફસાયેલ લોકોનું રેસ્ક્યું કર્યું હતું. બિલ્ડીંગના લિફ્ટની કેપીસીટી 4 વ્યક્તિઓની હતી. પરંતુ 6 લોકોના ઓવરલોડના કારણે લિફ્ટ બંધ પડી ગઈ હતી.

ફાયર વિભાગે સલામત રીતે 6 લોકોનું રેસ્ક્યું કર્યું 

આ બનાવ અંગે બિલ્ડિંગના મેન્ટનેસ વિભાગને જાણ થતા તેઓ તાત્કાલિક ફાયર કન્ટ્રોલને જાણ કરી હતી. લિફ્ટમાં ગર્ભવતી મહિલા હોવાને કારણે ફાયરના જવાનોએ લિફ્ટ ટેક્નિશિયનને બોલાવાની ફરજ પડી હતી.બિલ્ડીંગના લિફ્ટની કેપીસીટી 4 વ્યક્તિઓની હતી. પરંતુ 6 લોકોના ઓવરલોડના કારણે લિફ્ટ બંધ પડી ગઈ હતી.


  • Follow us on: