સુરત મહાનગરપાલિકા (SMC) માં ભ્રષ્ટાચાર સામે એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ મોટી કાર્યવાહી કરી છે. સુરત મનપાના વોચ એન્ડ વોર્ડ વિભાગમાં વર્ગ-૩ ના સિક્યુરિટી ઓફિસર તરીકે ફરજ બજાવતા શૈલેષ મણીલાલ પારેખ રૂ. 25,000 ની લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયા છે. મળતી માહિતી મુજબ, એક કર્મચારીએ પોતાની પત્નીની હોસ્પિટલમાં સારવાર અર્થે ફરજ દરમિયાન રજા મેળવવા માટે અરજી કરી હતી. આ રજા મંજૂર કરવાના બદલામાં સિક્યુરિટી ઓફિસર શૈલેષ પારેખે 25 હજાર રૂપિયાની લાંચની માંગણી કરી હતી.
સુરત મનપામાં ACBની સફળ ટ્રેપ
કર્મચારી પત્નીની સારવાર માટે રજા મેળવવા માંગતા હોવા છતાં તેમની પાસે લાંચ માંગવામાં આવતા, તેઓ લાંચ આપવા માંગતા નહોતા. જેથી જાગૃત નાગરિક/કર્મચારીએ તાત્કાલિક સુરત ACB નો સંપર્ક કરી સમગ્ર મામલે લેખિત ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે ACB ની ટીમે વિધિવત રીતે લાંચના છટકાનું આયોજન કર્યું હતું.
