સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર હવાઈ મુસાફરોની સંખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. પ્રાપ્ત આંકડા મુજબ સુરત એરપોર્ટ પર વર્ષ 2024માં 16.47 લાખ મુસાફરોએ મુસાફરી કરી હતી, જે વધીને વર્ષ 2025માં 18.10 લાખ પર પહોંચી હતી. જ્યારે વર્ષ 2026ના 9 મહિનામાં જ 12.50 લાખ મુસાફરોએ અહીંથી હવાઈ મુસાફરી કરી છે.
નવી ફ્લાઈટ્સ અને બંધ સેવાઓ પુનઃ શરૂ કરવા માગ
વધતા હવાઈ ટ્રાફિકને ધ્યાનમાં રાખીને 'વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ એટ સુરત' દ્વારા નવી ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઈટ્સ શરૂ કરવાની માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત હાલના રૂટ પર ફ્લાઈટની સંખ્યા વધારવા તેમજ અગાઉ બંધ થયેલી હવાઈ સેવાઓ પુનઃ શરૂ કરવા માટે પણ રજૂઆત કરવામાં આવી છે.
